ગુજરાત વિધાનસભાની છ બેઠકો માટેની પેટાચૂંટણી થઈ ગયા બાદ દિવાળીના અરસામાં કોગ્રેસમાં હોળી થાય તેવા પ્રયાસો ભારતીય જનતા પાર્ટીએ આદરી દીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.ગઈકાલે જ જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહેલને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીને મોડી રાત્ર મળ્યા હોવાની વાત બહાર આવી રહી છે. રાજેશ ગોહેલની સાથે ચોટીલાના ધારાસભ્ય ઋત્વિક મકવાણા પણ મુખ્યમંત્રીને મળવા ગયા હોવાની વાતો વહેતી થઈ હતી, પરંતુ તેમણે આ વાતને રદિયો આપ્યો હતો.
મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસસ્થાને ગઈકાલે મોડી રાત્રે આ મિટિંગ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સાથે જ કુંવરજી બાવળીયાનો ઉપયોગ કરીને સૌરાષ્ટ્રના કોન્ગ્રેસી નેતા લલિત વસોયા (ધોરાજી) લલિત કગથરા (ટંકારા), પાટણના કિરીટ પટેલ અને સાવરકુંડલાના પ્રતાપ દૂધાતના નામ પણ બોલાઈર હ્યા છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના માધ્યમથી આ બધાં પાસા ફેકવામાં આવી રહ્યા છે. વિજય રૂપાણી ઉઝબેકિસ્તાનનો પ્રવાસ પૂરો કરીન ગુજરાત પાછા ફરે ત્યારબાદ આ મોરચે ગતિવિધિઓ વધવાની ધારણા છે. આમ દિવાળી પછી કોન્ગ્રેસમાં મોટો ભૂકંપ સર્જવાની ભાજપ તૈયારી કરી રહ્યુ હોવાનું જાણકારોનું કહેવું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.