દિવાળી બાદ શેરબજાર ધડામ! માર્કેટ ખૂલતાની સાથે જ સેન્સેક્સ-નિફ્ટીમાં જોરદાર કડાકો…

આજે અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની સુસ્ત શરૂઆત બાદ સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો. આ પહેલા શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી.

દિવાળી બાદ હવે શેર માર્કેટમાં નવેમ્બર સિરીઝ શરૂ થઈ છે, આ પહેલા શુક્રવારે બજારમાં તેજી જોવા મળી હતી. જો કે આજે અઠવાડિયાના પહેલા દિવસે શેરબજારની શરૂઆત સુસ્ત રહી હતી. સેન્સેક્સ 10.98 પોઈન્ટ ઘટીને 79,713 પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 11 પોઈન્ટના વધારા સાથે 24,315 ખુલ્યો હતો.

એ બાદ સેન્સેક્સ 180 પોઈન્ટના ઘટાડા સાથે અને નિફ્ટી 70 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યો હતો અને આ પછી સેન્સેક્સમાં લગભગ 600 પોઈન્ટનો ઘટાડો થયો હતો, જ્યારે નિફ્ટી 180 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. બેંક નિફ્ટીમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. મિડકેપમાં 480 પોઈન્ટ અને સ્મોલકેપમાં 200 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.

બજારમાં સૌથી વધુ ઘટાડો બજાજ ઓટો, સન ફાર્મા, ઈન્ફોસિસ, ટ્રેન્ટ, પાવર ગ્રીડ જેવા શેરોમાં જોવા મળ્યો હતો. સેન્સેક્સ પર સન ફાર્મા, રિલાયન્સ, અદાણી પોર્ટ્સ, ટાટા મોટર્સ, ટાઇટન, મારુતિ સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો તો એમએન્ડએમ, ટેક મહિન્દ્રા, સિપ્લા, એચસીએલ ટેક, આઈશર મોટર્સે નિફ્ટીમાં ઉછાળો જોવા મળ્યો હતો.

છેલ્લા થોડા સમયથી શેર માર્કેટમાં ભારે ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. જો વ્યાપક સ્તરે જોવામાં આવે તો ભારતીય શેરબજારની સ્થિતિ બહુ સારી નથી, બજારનું સેન્ટિમેન્ટ એકંદરે નબળું રહ્યું છે અને નિફ્ટી 50 ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં તેની ટોચથી લગભગ 8 ટકા ઘટ્યો છે.આ અઠવાડિયે શેરમાર્કેટઆ ઘણા પરિબળો અસર કરશે, જેમાં ખાસ 5 નવેમ્બરે યોજાનારી યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણી પરિણામો અને 7 નવેમ્બરે યુએસ ફેડરલ રિઝર્વની બેઠકની અસર ભારતીય બજાર પર થવાની શક્યતા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.