યાત્રિકોની સુવિધાને ધ્યાનમાં રાખીને મંગળવારથી 10 નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. આ ટ્રેનને સેવા સર્વિસ ટ્રેન નામ આપવામાં આવ્યું છે. મંગળવારે બપોરે રેલવે મંત્રી પીયૂષ ગોયલ, સ્વાસ્થ્ય મંત્રી ડો હર્ષવર્ધન અને પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નવી દિલ્હી રેલવે સ્ટેશનથી ગ્રીન સિગ્નલ આપીને ટ્રેનને રવાના કરશે.
આ તમામ પેસેન્જર ટ્રેન છે. જેમાં કેટલીક દરરોજ અને કેટલીક ટ્રેન અઠવાડીયામાં 6 દિવસ ચાલશે. દરરોજ સેવા આપતી ટ્રેનમાં દિલ્હી અને શામલી, ભુવનેશ્વર અને નારાયણઢ શહેર, મુરકંગસેલેક અને દિબ્રૂગઢ, કોટ તેમજ ઝાલાવાડ તથા કોયમ્બતૂર અને પલાની વચ્ચે ચાલશે. તો અઠવાડીયામાં 6 દિવસ ચાલનારી ટ્રેનમાં વડનગર અને મહેસાણા, અસારવા અને હિંમતનગર, કરૂર અને સલેમ, યશવંતપુર અને કોયમ્બતુર અને પોલ્લાચી વચ્ચે ચાલશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.