ગુજરાતમાં ચાલુ વર્ષે સરેરાશ વરસાદ કરતા પણ ઘણો વધારે વરસાદ વરસ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ પણ થઈ રહ્યો છે. તેમાં ખેડૂતો માટે ફરી નિરાશાભર્યા સમાચાર વહેતા થયા છે. પોરબંદરમાં અરબી સમુદ્રમાં લો પ્રેશરના પગલે પોરબંદરનો દરિયો તોફાની બનશે અને આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટાં પડશે તવું હવામાન ખાતાએ જણાવ્યુ હતુ. દક્ષિણ ગુજરાતમાં કપરાડા, વાપી, નવસારીમાં શુક્રવારે સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો.
એક ખાનગી સંસ્થાએ જારી કરેલી વિગતો પ્રમાણે, હાલમાં અરબી સમુદ્રમાં અપરએર સાયક્લોનિક સરક્યુલેશનની અસર વર્તાઈ રહી છે. જેના કારણે આગામી 20થી 23મી ઓક્ટોબર સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં માવઠાની શક્યતાઓ સેવાઈ રહી છે.
બીજી તરફ રાજ્ય હવામાન ખાતા દ્વારા કરાયેલી આગાહી પ્રમાણે, તા.19 અને 20મીએ દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી અને દમણ, દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે 30થી 40 કિલોમીટરની પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારમાં બે દિવસ દરમિયાન વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.