દિવાળીના કારણે બજારમાં તેજી, કોરોનાના ડર વચ્ચે 72 હજાર કરોડ રુપિયાનો વેપાર

આખી દુનિયાને જેણે બાનમાં લીધી છે તેવી વૈશ્વિક મહામારી કોરોનાના કારણે દુનિયાને મોટો ફટકો પડ્યો છે. ભારતમાં પણ એકબાજુ અનેક લોકોના જીવ ગયા છે, તો દેશની અર્થવ્યવસ્થા પણ ડામાડોળ થઇ છે. લોકડાઉન અને કોરોનાને કારણે દેશમાં મંદીનો માહોલ છે. ત્યારે આ દિવાળીના તહેવારમાં આ સ્થિતિમાં થોડો ઘણો સુધારો થયો હયો તેમ લાગે છે. દિવાળીના તહેવારોમાં ખરીદીના કારણે બજારની સ્થિતિ સુધરી છે. કોરોનાના આ સમયમાં પણ લોકોએ ખરીદી કરી છે. કોરોનાના ડર વચ્ચે પણ લોકો બજારમાં ઉમટ્યા હતા. તો ગ્રાહકોના ભરોસે વેપારીઓએ પણ અનેક પ્રકારના માલનો સ્ટોક કર્યો હતો.

દેશભરના વેપારીઓના સૌથી મોટા સંગઠન કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સે જણાવ્યા પ્રમાણે દિવાળી ઉપર 72 હજાર કરોડ રુપિયાનો વેપાર થયો છે. ખાસ વાત તો એ છે કે 40 હજાર કરોડ રુપિયાના ચીની સામાનનો બહિષ્કાર પણ કરવામાં આવ્યો છે. આ પરથી એવું કહી શકીય છે કે કોરોનાના કારણે છેલ્લા ઠ મહિનાથી બજારમાં જે મંદી હતી તેમાં ઘણો સુધારો થયો છે.

કૈટના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ બીસી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીન ખંડેવાલે જણાવ્યું કે ભારતમાં બનેલી વસ્તુઓ જેવી કે રમકડા, વિજળીના ઉપકરણો અને સામાન, ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો, રસોઇનો સામાન, ગિફ્ટ, ઘરનો સામાન, વાસણ, સોનુ ચાંદી, કપડા, બૂટ, ફર્નિચર, સુશોભનની વસ્તુઓનું બમ્પર વેચાણ થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.