દિવાળી નિમિત્તે સોમનાથ મંદિરને 96 લાખની આવક, 6 દિવસમાં 3 લાખથી વધું ભાવિકોએ દર્શન કર્યા

વેરાવળ: સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં દિવાળીના તેમજ નુતન વર્ષની રજાઓનો યાત્રિકોએ સોમનાથ આવી અને ભગવાન સોમનાથ મહાદેવના આર્શીવાદ લીધા હતા. અને સોમનાથમાં યાત્રિકોના ઘોડાપૂર ઉમટી પડ્યા હતા. જેથી સોમનાથ ટ્રસ્ટની આવકમાં પણ ધરખમ વધારો થયો હતો અને સોમનાથ મંદિર ટ્રસ્ટને તહેવારોના માત્ર છ દિવસમાં જ કુલ 93 લાખ રૂપિયા અને 20 હજારની આવક થઇ હતી. તેમજ 6 દિવસ દરમિયાન 3 લાખથી વધુ ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો

તા. 27 ઓક્ટોબરથી તા 1 નવેમ્બર સુધીમાં થયેલ આવક અંગે સોમનાથ ઈન્ચાર્જ જનરલ મેનેજર અજય દુબે આ અંગે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, ત્રણ લાખથી વધુ યાત્રિકોએ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. અને રવિવારની રજા સુધી પણ સતત યાત્રિકોનો પ્રવાહ ધમધમતો હતો. જેથી આ વર્ષે સોમનાથમાં આ વર્ષે ગોલખ બોક્ષની 13.91 લાખ પુજા વિધિ, ડોનેશન 14.27 લાખ પ્રસાદ લાડુ ચીકી 32.11 લાખ લાઇટ એન્ડ સાઉન્ડની 2 લાખ તો સાહિત્યની 3.29 લાખ ગેસ્ટહાઉસોની 23.2 હજાર તો પાર્કીગની 4.57 લાખની આવક થઇ હતી. આમ સોમનાથ ટ્રસ્ટની કુલ આવક 93.20 લાખની થઈ છે.

ટ્રસ્ટ અધ્યક્ષ કેશુભાઇ પટેલ અને ટ્રસ્ટી સચિવ પ્રવિણ લહેરીના પ્રયાસોથી યાત્રિકો માટે રહેલી સુવિધાઓ અને વિકાસને કારણે વેકેશન અને રજાઓમાં શ્રધ્ધાળુઓ, ભાવિકો અને પર્યટકોની સંખ્યામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે. ગત વર્ષે તા 7થી 11 નવેમ્બર સુધીમાં પાંચ દિવસમા 76 લાખ રૂપિયાની આવક થઇ હતી. જેની એવરેજ જળવાઇ રહી ઉપરાંત વરસાદ વાવાઝોડા સંભવિતતા અને વાવેતરને હવામાનની અસર અને મંદી હોવાની માન્યતા વચ્ચે પણ લોકો દર્શન કરી ધન્ય બન્યા અને સોમનાથ યાત્રાનું સૌને આકર્ષણ રહ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.