દિવાળી પહેલા ખાતામાં જમા થઈ જશે કરોડો રૂપિયા, સરકારની મોટી ભેટ આપવાની તૈયારી

EPFO તરફથી છ કરોડથી પણ વધુ કર્મચારીઓને દિવાળી પહેલા મોટી ભેટ આપવાની તૈયારીઓ થઈ રહી છે. EPFO એકાઉન્ટ ધારકોને મળતું વ્યાજદર 8.65 ટકાના દરે આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે સીધુ કર્મચારીઓના PF ખાતામાં જમા થઈ જશે. EPFO દ્વારા આ રકમ આશરે 6 કરોડથી પણ વધુ કર્મચારીઓને સીધા તેમના ખાતામાં પહોંચાડવામાં આવશે. અત્યાર સુધીમાં ઇપીએફઓ શ્રમ મંત્રાલયે 2018-19 માટે ઇપીએફ પર 8.65 ટકાના વ્યાજ દરને સૂચિત કર્યું છે. જે 2017-18ની તુલનામાં 0.10 ટકા વધારે છે.

6 કરોડ કર્મચારીઓના ખાતામાં રકમ જમા થશે

EPFO વહેલી તકે તેના 6 કરોડ સભ્યોના એકાઉન્ટમાં વ્યાજ જમા કરાવાની તૈયારી કરી રહ્યું છે. મજૂર અને રોજગાર મંત્રાલયના મંત્રી સંતોષ ગંગવારે જાણકારી આપી હતી.

દિવાળી પહેલા EPFના ખાતામાં આ રકમ જમા ટ્રાન્સફર કરી દેવાશે. તમે એક SMS કરી જાણકારી આપીને તમારા એકાઉન્ટમાં જમા થયેલા વ્યાજની જાણકારી મેળવી શકો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.