દિવાળી પહેલા સરકાર આવકવેરાના દરમાં ઘટાડો કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 5 લાથ રૂપિયાથી 10 લાખ રૂપિયાની આવક પર ટેક્સ 20% થી ઘટાડીને 10% કરવાની શક્યતા છે. 10 લાખ રૂપિયાથી વધુની આવક પર હાલના ટેક્સ 30% થી ઘટાડીને 25% કરવાની પણ શક્યતા છે. સેસ અને સરચાર્જને દૂર કરવાના વિકલ્પ પર પણ વિચારણા કરવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાક કર મુક્તિ વિકલ્પો પણ ખતમ થાય તેવી સંભાવના છે.
અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ સરકાર નિર્ણય લેતી વખતે ડાયરેક્ટ ટેક્સ કોડ અંગેની ટાસ્ક ફોર્સની ભલામણો ધ્યાનમાં લેશે. ટાસ્ક ફોર્સે તાજેતરમાં જ સરકારને રિપોર્ટ આપ્યો હતો. એક અન્ય અહેવાલ મુજબ ટાસ્ક ફોર્સે આવક પરનો વેરો 5 લાખ રૂપિયાથી ઘટાડીને 10 લાખ કરવાની ભલામણ કરી છે, 10 લાખ પર 30% ને બદલે 20% અને 20 લાખ રૂપિયાથી વધારેની આવક પર 30% કરવાની ભલામણ છે. 2 કરોડથી વધુ આવક ધરાવતા લોકો માટે 35% ટેક્સ સૂચવવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરીમાં રજૂ થયેલા વચગાળાના બજેટમાં સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવક પર છૂટ આપીને સંપૂર્ણ કર મુક્તિની જાહેરાત કરી હતી. એટલે કે, જો આટલી આવક હોય તો રિટર્ન ભરવું જરૂરી રહેશે, પરંતુ જે ટેક્સ ભરવાનો નહીં રહે. આ છૂટ નાણાકીય વર્ષ 2019-20 (એસેસેમેન્ટ યર 2020-21) માટે રિટર્ન ફાઇલ કરતી વખતે મળશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.