તહેવારની સિઝન શરૂ થતાં જ સોનાની માંગમાં વધારો થયો છે. આ સાથે જ છેતરપિંડીનો ધંધો પણ ફૂલ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો. નહીં તો તમે પણ છેતરપિંડીની ભોગ બની શકો
તહેવારની સિઝન શરૂ થતાં જ સોનાની માંગમાં વધારે થયો છે. આ સાથે જ છેતરપિંડીનો ધંધો પણ ખૂબ વધ્યો છે. જો તમે પણ સોનું ખરીદવા જઈ રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો. નહીં તો તમે પણ છેતરપિંડીની ભોગ બની શકો છો. નવભારત ટાઇમ્સમાં છપાયેલા સમાચાર પ્રમાણે દિલ્હીમાં અમુક જ્વેલર્સ સોનામાં એક ખાસ પાઉડર ભેળવી રહ્યા છે. આ પાઉડર સોનામાં એવી રીતે ભળી જાય છે કે સોનાની કસોટી કરતી વખતે પણ પકડમાં નથી આવતો. ચાંદની ચોકના કૂચા મહાજનીમાં ધ બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખ યોગેશ સિંઘલના કહેવા પ્રમાણે તેમને આવી ફરિયાદો મળી રહી છે.
આ કારણે આ દિવાળી પર લકી ડ્રો કે સસ્તામાં સોનું મેળવવાની લાલચમાં આવશો નહીં. કારણ કે પહેલા આ પાઉડર ફક્ત ચેનમાં ભેળવવામાં આવતો હતો. હવે આ પાઉડર અન્ય ઘરેણાંઓમાં પણ ભેળવવામાં આવી રહ્યો છે. આ પાઉડર સોના સાથે એવી રીતે ભળી જાય છે કે તમે આખું સોનું પીગળાવી દો તો પણ ખબર નથી પડતી.

બચવા માટે શું કરશો? : કોઈ પણ ફ્રોડથી બચવા માટે હંમેશા હોલમાર્ક વાળી જ્વેલરી ખરીદવાનું પસંદ કરો. કારણ કે હોલમાર્ક એ શુદ્ધતાની ગેરંટી છે. જો હોલમાર્ક વાળા સોનામાં 999 લખ્યું છે તો સોનું 99.9 ટકા શુદ્ધ છે. જો હોલમાર્ક સાથે 916 લખેલું છે તો તે ઘરેણા 22 કરેટના છે અથવા 91.6 ટકા શુદ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.