દિવાળી પર ટ્રેનમાં આ વસ્તુઓ સાથે લઇ ન જતા, નહીં તો થશે ત્રણ વર્ષની જેલ

જો તમે દિવાળી (Diwali 2019) ઉપર ટ્રેનમાં તમારા ઘરે જઇ રહ્યા છો અને તેમે પરિવાર માટે ગિફ્ટ (Diwali gift) લઇ જઇ રહ્યા છો. તો આ સમાચાર તમારા માટે જ છે. કેમકે (Indian Railway) રેલવેએ ટ્રેનમાં મુસાફરી દરમિયાન કેટલીક ચીજ વસ્તુઓ (prohibited item) ઉપર પ્રતિબંધ લગાવ્યો છે. જો તમે પણ પ્રતિબંધિત ચીજોને સાથે લઇને ટ્રેનમાં (Train)મુસાફરી કરી રહ્યા છો તો પકડાઇ જવા ઉપર તમને જેલની હવા પણ ખાવી પડશે.

આ ચીજો ઉપર લગાવ્યો છે પ્રતિબંધ

રેલવે મંત્રાલયે ટ્વીટ કરીને જણાવ્યું છે કે ટ્રેન અને રેલવે પરિસરમાં જ્વલનશીલ પદાર્થો જેવા કે ફટાકડા, માચિસ, ફૂલઝડી, ગેસ સિલેન્ડર, કેરોસીન, દારુગોળો વગેરેને લઇ જવું ગેરકાયદે અને દંડનીય ગુનો છે. જો તમે આ પૈકી કોઇપણ વસ્તુ સાથે પકડાઇ જશો તો રેલવે તમારી ઉપર કડક કાર્યવાહી કરી શકે છે.

જો કોઇ મુસાફર કોઇ અન્ય મુસાફરને જ્વલનશીલ પદાર્થો સાથે લઇ જતા જોવે તો તે મુસાફર હેલ્પ લાઇન નંબર ઉપર રેલવે તંત્રને તરત જાણકારી આપી શકે છે. ટ્રેનમાં જ્વલનશીલ પદાર્થો લઇ જવાની જાણકારી મળથા જ આ ખતરનાક પદાર્થોને ટ્રેનમાંથી હટાવવામાં આવશે. અને જે તે વ્યક્તિની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો તમે ટ્રેન અને રેલ પરિસરમાં કોઇ આવી વ્યક્તિ દેખાય અથવા સમાન લઇને જઇ રહ્યો હો. તો તેની 182 ઉપર ફરિયાદ કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.