Diwali Private Bus Fare Hiked News : ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને કર્યો ભાવ વધારો, દિવાળીના ૪ દિવસ રહેશે ભાવ વધારો,રોજિંદા ભાડામાં 200-300 રૂપિયા કર્યો ભાવ વધારો
Diwali Private Bus Fare Hiked : દિવાળીના તહેવારોને લઇ ST અને ખાનગી ટ્રાવેલ્સની બસોના ભાડામાં ભાવ વધારો સામે આવ્યો છે. દિવાળી પહેલા લોકો પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. વાસ્તવમાં ખાનગી ટ્રાવેલ્સ સંચાલકોએ ટિકિટના ભાવમાં 200થી 300 રૂપિયાનો વધારો કર્યો છે. પ્રાથમિક વિગતો મુજબ દિવાળીના 4 દિવસની ટિકિટ માટે ભાવ વધારો કરાયો છે. જેમાં ખાસ કરીને અમદાવાદથી રાજકોટ જવા માટે 700 રુપિયા થશે તો અમદાવાદથી સુરત જવા માટે 700 રૂપિયા થશે. આ સાથે અમદાવાદથી દ્વારકા જવા માટે 900થી 1200 રૂપિયા જેટલી ટિકિટ થશે.
ટ્રાવેલ્સ એસોસિએશન પ્રમુખ મોહન રબારીએ જણાવ્યું હતું કે, તહેવારોની સિઝનમાં જ્યારે અમદાવાદથી કોઈપણ ટ્રાવેલ્સ સૌરાષ્ટ્ર કે દક્ષિણ ગુજરાતમાં જાય છે તો બીજા દિવસે અમે તે ગાડીને પરત બોલાવીએ છીએ. આ સાથે તેમણે ઉમેર્યું કે, આ ટ્રાવેલ્સ પરત ખાલી જ આવતી હોઇ અમે ભાડું વધારે લઈએ છીએ. મહત્વનું છે કે, ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશને દિવાળીના તહેવારોની વચ્ચે ભાવ વધારો કર્યો છે.
જાણો કેટલું ભાડું વધ્યું ?
દિવાળીના 4 દિવસ સુધી ખાનગી ટ્રાવેલ્સમાં ભાવ વધારો રહેવાની સંભાવના છે. જેમાં ખાસ કરીને રોજિંદા ભાડામાં 200-300 રૂપિયાનો ભાવ વધારો કરાયો છે. જેમાં રાજકોટ જવા માટે રૂપિયા 700, સુરત જવા માટે રૂપિયા 700, દ્વારકા જવા માટે રૂપિયા 900થી 1200 તો જૂનાગઢ જવા માટે રૂપિયા 1000 અને સોમનાથ જવા માટે રૂપિયા 1200 પ્રતિ ટિકિટના ચૂકવવા પડશે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારોને લઈને ભાવ વધારો કરવામાં આવ્યો છે. આ તરફ GSRTC દ્વારા ૩૦૦ જેટલી બસો વધારાની મૂકવામાં આવી છે. વિગતો મુજબ સૌરાષ્ટ્ર જવા માટે ખાસ બસોની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.