સોના અને ચાંદીની કિંમતોમાં આ અઠવાડિયામાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. પહેલા વધારે ખરીદીને કારણે સોનાની કિંમતો વધી અને નફાખોરી જોવા મળી. નિષ્ણાતો તે અંદાજ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે આગામી સમયમાં સોનાની કિંમતો કેટલી રહેશે.
આ અઠવાડિયાની શરૂઆતમાં ગોલ્ડ ફ્યૂચર્સ 56,000 રૂપિયાના રેકોર્ડ ઉંચાઈ પર પહોંચી ગયો. ત્યાર બાદ બુધવારે તે ઘટીને 50,000 રૂપિયા સુધી પહોંચ્યો હતો. તેમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો.
આ રીતે સિલ્વર ફ્યૂચર્સ અઠવાડિયાની શરૂઆતમાં 78,000 રૂપિયે પહોંચી ગયો ત્યાર બાદ 22 ટકા ઘટીને 61,000 રૂપિયા પર આવી ગયો.
ત્યારથી, બંને કિંમતી ધાતુઓની કિંમતમાં ઘટાડો થયો છે. ગુરુવારે સોનાનો ભાવ આશરે 52,000 રૂપિયા હતો, જ્યારે ચાંદી 67,000 રૂપિયાની નજીક પહોંચી હતી. સવાલ એ છે કે આગામી દિવસોમાં સોના-ચાંદીમાં શું વલણ રહેશે?
ટ્રેડર્સ ગોલ્ડ-સિલ્વરના રેશિયોના આધાર પર કિંમતોનો અંદાજ લગાવી રહ્યા છે. આ રેશિયો જણાવે છે કે એક ઔંસ સોનાની ખરીદી માટે કેટલા ઔંસ ચાંદીની જરૂર છે.
બની શકે કે વધારે ઉતાર ચઢાવને જોતા આ રેશિયો તેટલો પ્રાંસગિંક ન રહ્યો હોય તેમ છતાં બંને ધાતુની કિંમતો અંગે અંદાજો મળી શકે છે. આ અંદાજ જણાવી રહ્યો છે કે ચાંદીમાં તેજી થોડી ઘટી શકે છે પરંતુ તેમાં કમાણીની સંભાવના રહેશે.
એક જાણીતા નિષ્ણાતે જણાવ્યું કે ગોલ્ડ-સિલ્વર રેશિયોથી તે જાણી શકાય છે કે ચાંદીની કિંમત વધારે નથી. તેમણે કહ્યું, ‘સોનામાં તેજી ચાલુ રહેશે, ચાંદીમાં પણ તેજી રહેશે પરંતુ તે સામાન્ય રહેશે.’ તેમણે કહ્યું કે ડોલરમાં ટુંકા સમયમાં સોનાનો ટારગેટ પ્રાઈઝ 2100 ડોલર પ્રતિ ઔંસ છે.
ડિસેમ્બર સુધી ભાવ 2350 ડોલર સુધી જઈ શકે છે. જ્યારે ચાંદી 30 ડોલર પર પહોંચી જશે. ડિસેમ્બર સુધી આ 33 ડોલર પહોંચી શકે છે. સોનું દિવાળી સુધી 65,000 જ્યારે ચાંદી 90,000 સુધી પહોંચી શકે છે.
આંતરાષ્ટ્રીય બજારમાંમાં સોનામાં અંદાજીત 1930 ડોલર પ્રતિ ઔંસ પર બિઝનેસ થઈ રહ્યો છે. ગુરુવારે ચાંદી 26 ડોલર પ્રતિ ઔંસ હતું. આ વર્ષમાં ચાંદી 45 ટકા વધી ચૂકી છે જેની સામે સોનાનો ભાવ 27 ટકા વધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.