કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષ વર્ધને લોકસભામાં માહિતી આપી હતી કે, દેશમાં ૫૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીથી પીડાતા નાગરિકોને કોરોનાની રસી આપવાનો પ્રારંભ માર્ચ મહિનામાં શરૂ થઈ શકે છે. કોરોના રસીકરણ અભિયાન અંગેના સવાલ પર હર્ષ વર્ધને જણાવ્યુ હતું કે, અત્યાર સુધીમાં ૫૦ લાખ કરતાં વધુ આરોગ્ય કર્મચારી અને ફ્રન્ટલાઇન વર્કસને કોરોનાની રસી અપાઈ છે.
આરોગ્ય કર્મચારીઓ માટેનો પ્રથમ અને ફ્રન્ટલાઇન વર્કર્સ માટેનો બીજો તબક્કો પૂરો થયા પછી આગામી મહિનાના કોઈપણ સપ્તાહથી ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાશે. અત્યારે ચોક્કસ તારીખ આપવાનું સંભવ નથી પરંતુ માર્ચના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂઆત થઈ શકે છે. કેન્દ્રીય બજેટમાં કોરોના રસીકરણ માટે સરકારે રૂપિયા ૩૫,૦૦૦ કરોડની ફાળવણી કરી છે.
હર્ષ વર્ધને જણાવ્યું હતું કે, વિશ્વના ૨૨ દેશોએ ભારત પાસે વેક્સિનની માગ કરી છે જેમાં અફઘાનિસ્તાન, અલ્જિરિયા, બાંગ્લાદેશ, ભુતાન, બ્રાઝિલ, ઇજિપ્ત, કુવૈત, માલદિવ્સ, મોરિશિયસ, મોરક્કો, મોંગોલિયા, મ્યાંમાર, નેપાળ, નિકારાગુઆ, ઓમાન, સાઉદી અરબ, સેશેલ્સ, દક્ષિણ આફ્રિકા અને યુએઇનો સમાવેશ થાય છે. ૧૫ દેશોને વેક્સિન મોકલી અપાઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.