ડો. હર્ષવર્ધને મંગળાવારે 6 એપ્રિલે વીડિયો કોન્ફરન્સ કરી,દેશનો કોરોના રિકવરી રેટ 92.38 ટકા છે

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધને મંગળાવારે 6 એપ્રિલે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ 11 રાજ્યો છત્તીસગઢ, મહારાષ્ટ્ર, દિલ્હી, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનનાં સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે વાત છે. આ રાજ્યોમાં છેલ્લા 2 અઠવાડિયામાં કોવિડના નવા કેસ અને મૃત્યુદરમાં વૃદ્ધિ જોવા મળી છે.

બેઠકમાં હર્ષવર્ધને કહ્યું કે દેશનો કોરોના રિકવરી રેટ 92.38 ટકા છે. સાથે તેજીથી નવા કેસના મામલામાં વધારા બાદ મૃત્યુ દર 1.30 ટકા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યુ કે વર્તમાન પરિદ્રશ્યને જોતા આપણે આપણા જૂના વ્યવહારને છોડવો પડશે. કોરોનાના નિયમોનું પાલન કરવુ પડશે.

ડો. હર્ષવર્ધને જણાવ્યું કે કોરોનાથી 60 વર્ષથી વધારેની ઉંમરના વૃદ્ધોનું વધારે મોત થયું છે. તેમણે ગત 4 અઠવાડિયામાં ટેસ્ટિંગમાં વૃદ્ધિને બિરદાવી છે. ઉલ્લેખનીય છે કે  આ પહેલા સોમવારે કોરોના સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તે રાજ્યોમાં કેન્દ્રીય ટીમ મોકલી હતી. જ્યાં કોરાનો કહેર વધારે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.