લાંબા થાકભર્યા દિવસ પછી સારી એવી ઊંધની જરુર દરેક વ્યકિતને પડે છે. દરેક વ્યક્તિ જાણે છે કે, રાતનાં સમયે સારી ઉંધ એ આપણા મન અને શરીર માટે કેટલી મહત્વપૂર્ણ છે? મોટા મોટા તજજ્ઞો રાત્રે સાત આઠ કલાક સૂવાની ભલામણ કરે છે.
આ પીણું આપણી ઇન્દ્રિયોને શાંત કરવા માટે ફાયદાકારક સાબિત થઇ શકે છે. જો આપણે મૂન મિલ્કની વાત કરીએ તો તેમા ભરપૂર માત્રામાં જડીબુટ્ટીઓ અને મસાલાઓ સમાવિષ્ટ હોય છે. જો તમે તણાવમુક્ત જીવન ઇચ્છતા હોવ તો યોગ્ય ઊંઘ લેવી એ અત્યંત આવશ્યક છે અને જો યોગ્ય ઊંઘની સાથે જ આ પીણાનું સેવન નિયમિતપણે કરવામાં આવે તો તમારું સ્વાસ્થ્ય એકદમ નિરોગી અને તંદુરસ્ત રહે છે. તો ચાલો આ મૂન મિલ્ક બનાવવાની રીત વિશે માહિતી મેળવીએ.
મૂન મિલ્ક કેવી રીતે બનાવવું ?
સામગ્રી :
દૂધ : 1 કપ , હળદર : 1 ચપટી, અશ્વગંધા પાવડર : 1/2 ચમચી, પીસેલું તજ : 1/2 ટીસ્પૂન, પીસેલું આદુ : 1 ટીસ્પૂન, જાયફળ : 1 ચપટી, નાળિયેર તેલ : 1 ચમચી, મધ : 1 ચમચી.
મધ્યમ તાપ પર એક કઢાઈમાં દૂધ ગરમ કરો અને તેને ઉકળવા દો. તેમાં અશ્વગંધા, તજ, આદુ, હળદર અને જાયફળ ઉમેરો. હવે ગેસ બંધ કરો. મસાલાને દૂધમાં 5-10 મિનિટ રહેવા દો. હવે તેમાં નાળિયેર તેલ ઉમેરીને સારી રીતે ફેંટો. જો તમને ગમતું હોય તો તમે દૂધમાં થોડી ખાંડ અથવા મધ ઉમેરી શકો છો. હવે એક કપમાં આ દૂધ કાઢીને તેમાં મધ ઉમેરી રાત્રે સૂતા પહેલા પીવો.
આ દૂધ હર્બલ દૂધ છે, તેમાં અશ્વગંધાનો સમાવેશ થાય છે. આ જડીબુટી શક્તિશાળી એન્ટિઇન્ફ્લેમેટરી ગુણધર્મો સાથે કાર્ડિયોપલ્મોનરી અને સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સકારાત્મક અસર કરે છે. અધ્યયનોમાં જાણવા મળ્યું છે કે, અશ્વગંધા પુખ્ત વયના લોકોમાં તણાવ અને ચિંતા ઘટાડે છે, જેનાથી ઊંઘની ગુણવત્તામાં સુધારો થાય છે. ઇન્ડિયન જર્નલ ઓફ સાયકોલોજી મેડિસિનમાં પ્રકાશિત આવા જ અભ્યાસ માં કહેવામાં આવ્યું છે કે, તણાવ હેઠળ જીવતા લોકોએ પોતાની જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.