આજકાલ એનર્જી ડ્રિંક્સ પીવું એક ફેશન બની ગયું છે અને મોટાભાગની વ્યક્તિઓ એનર્જી ડ્રિંક્સ પીવાના શોખીન હોય છે. ઠંડા પીણાને બદલે એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે. એનર્જી ડ્રિંક્સ પીધા પછી મજા અને સારું લાગે છે. અને તમારી આ મજાના કારણે તેનું માર્કેટ પણ ઝડપથી વધી રહ્યું છે. એનર્જી ડ્રિંક્સના કેટલાક ફાયદા છે, પરંતુ તેના ગેરફાયદો પણ વધુ છે. એનર્જી ડ્રિંક્સ આપના અને આપના પરિવારના સ્વાસ્થ્ય માટે ઘાતક સાબિત થઈ શકે છે, જે રીતે એનર્જી ડ્રિંક્સનો વપરાશ દરરોજ વધી રહ્યો છે અને તમારા માટે એ જાણવું જરૂરી છે કે એનર્જી ડ્રિંક્સમાં એવા કયા તત્વો છે, જે આપણા શરીર માટે નુકસાનકારક સાબિત થાય છે.
સૌ પ્રથમ નુકસાન કેફીનનું હોય છે. હેલ્થલાઇન અનુસાર, કેફીન કોઈપણ વસ્તુની લત લગાડવા માટે જાણીતું છે. જો તમને એકવાર એનર્જી ડ્રિંક્સની લત લાગી જાય તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. એનર્જી ડ્રિંક્સ પીવાથી તમારી ખાણી-પીણી પર પણ અસર પડી શકે છે. એનર્જી ડ્રિંક્સમાં ખાંડનું પ્રમાણ વધુ હોય છે. એનર્જી ડ્રિંક્સમાં લગભગ 13 ચમચી ખાંડ હોય છે, જેના કારણે તમારા શરીરમાં શુગરનું પ્રમાણ વધી શકે છે અને જે ખૂબ જ ખતરનાક છે. એનર્જી ડ્રિંક્સ પીવાથી તામારી ઉંઘ પણ બગડી શકે છે, એટલે કે તમે અનિદ્રાનો ભોગ બની શકો છો. જે લોકો સતત એનર્જી ડ્રિંક્સ પીતા હોય છે તેમની ઘણી વાર એવી ફરિયાદો હોય છે કે, તેમને યોગ્ય રીતે ઊંઘ આવતી નથી.
એનર્જી ડ્રિંક્સ પીવાથી શરીરના ઘણા અંગોમાં તણાવ વધી જાય છે, જેના કારણે તમને લાંબા સમય સુધી રોજિંદા કામથી લઈને જીવનમાં સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે અને તેથી એનર્જી ડ્રિંક્સ પીવાનું ટાળવું તમારા માટે ફાયદાકારક છે. એનર્જી ડ્રિંક્સના કારણે શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ ઘટી જાય છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિને ડિપ્રેશનથી લઈને સામાન્ય ચીડિયાપણાં સુધીની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ઉપરાંત આ અંગે નિષ્ણાતોના પણ અલગ-અલગ મંતવ્યો છે અને જેમાં તેઓનું માનવું છે કે, એનર્જી ડ્રિંક્સ અન્ય હાનિકારક પીણાં કરતાં ઓછું ખતરનાક નથી. જો કે એનર્જી ડ્રિંક્સનું સેવન સમજદારીપૂર્વક કરવામાં આવે તો તેનાથી થતા નુકસાનથી બચી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.