આજકાલ સનરૂફ વાળી કારનો ટ્રેંડ છે પરંતુ તમે પણ જાણતા હશો કે જે કારમાં સનરૂફ ન હોય, તે કારનાં મુકાબલામાં સનરૂફવાળી કાર વધારે મોંઘી હોય છે. આવામાં જો તમે કોઈ સસ્તી સનરૂફવાળી કાર શોધી રહ્યા છો તો આજે તમે જાણશો કે ભારતમાં કઈ કઈ કાર એવી છે જે ઓછી કિંમતમાં સનરૂફ ઓફર કરે છે.અને આમાં મહિંદ્રા એસયૂવી 300, ફોર્ડ એકોસ્પોર્ટ, હુન્ડાઈ વેન્યૂ, કિઆ સોનેટ તથા ટાટા નેક્સન જેવી કાર શામેલ છે.
TATA Nexon XMમાં સનરૂફ મળે છે. આ કારની કિંમત લગભગ 8.86 લાખ રૂપિયા છે. આમાં ઓટો-ફોલ્ડીંગ આઉટસાઈડ રીવ્યૂ મિરર, રેન-સેન્સીંગ વાઈપર અને ઓટો હેડલેમ્પ્સ તથા 4-સ્પીકર હરમન સાઉન્ડ સિસ્ટમ જેવા ઘણા ફીચર્સ મળે છે.
કિઆ સોનેટ એક એસયૂવી કાર છે, જે દેખાવમાં શાનદાર છે અને આ કારમાં સનરૂફ ફીચર પણ આપવામાં આવ્યું છે. કારનાં HTX વેરીયંટમાં સનરૂફ મળે છે. આ કારની કિંમત 8.70 લાખ રૂપિયા છે. કારને વેન્યૂ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલ છે.
જૂની Hyundai i20માં સનરૂફની સુવિધા ન હતી. પરંતુ, નવી પેઢીની Hyundai i20માં સનરૂફ ઓફર કરવામાં આવે છે અને સનરૂફવાળી Hyundai i20ની કિંમત લગભગ 9.4 લાખ રૂપિયા છે.
Hyundai Venueમાં સનરૂફ ફીચર મળે છે. સનરૂફવાળી Hyundai Venueની કિંમત લગભગ 9.97 લાખ રૂપિયા છે.અને Hyundai Venueનું વેંચાણ શાનદાર રહ્યું છે. આ કાર પેટ્રોલ તથા ડીઝલ વેરીયંટમાં ઉપલબ્ધ છે.
મહિન્દ્રા એસયૂવી300 એક SUV કાર છે. અપડેટેડ કારમાં સનરૂફ ફીચર જોડવામાં આવ્યું છે. સનરૂફવાળી કારની કિંમત લગભગ 9.9 લાખ રૂપિયા છે. અને આ કાર પેટ્રોલ તથા ડીઝલ વિકલ્પોમાં પણ ઉપલબ્ધ છે.
Ford EcoSport માં પણ સનરૂફ ઓપ્શન મળે છે. આ ફીચર EcoSportની Titaniumમાં પણ છે. કારનાં શરૂઆતી વેરીયંટની કિંમત લગભગ 8.20 લાખ રૂપિયા છે અને જે લગભગ 11.70 લાખ રૂપિયા સુધી જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.