મેગ્નેશિયમ ધરાવતી વસ્તુઓનું સેવન કરવાથી માથાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે.અને મેગ્નેશિયમ એ એક મહત્વપૂર્ણ ખનિજ છે જે શરીરમાં અસંખ્ય કાર્યો માટે જરૂરી છે જેમાં રક્ત ખાંડને નિયંત્રિત કરવા અને નર્વસ સિસ્ટમને આરામ આપવા સુધીના ફાયદા છે.પુરાવા સૂચવે છે કે જે લોકોને વારંવાર આધાશીશીનો માથાનો દુખાવો થતો હોય તેઓને તેમના મેગ્નેશિયમનું સેવન વધારવાની સલાહ આપવામાં આવે છે.કેળા, બદામ, કાજુ, મગફળી વગેરેમાં મેગ્નેશિયમ વધુ હોય છે.
માથાના દુખાવાથી સરળતાથી છુટકારો મેળવવા માટે મસાજ સૌથી સરળ અને અસરકારક ઉપાય માનવામાં આવે છે અને આ માટે તમે વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ કરી શકો છો.માથાના દુઃખાવાની સ્થિતિમાં પેપરમિન્ટ અને લવંડર તેલથી માલિશ કરવું ફાયદાકારક માનવામાં આવે છે.માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ વધે છે જે માથાના દુખાવાના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. મસાજ કર્યા પછી અંધારાવાળી રૂમમાં સૂઈ જાઓ.
માથાનો દુખાવો દૂર કરવા માટે આદુની ચાનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે તેમજ આદુની ચા સામાન્ય માથાનો દુખાવો સાથે માઈગ્રેનમાં પણ મદદ કરે છે તેમજ આદુનો પાવડર માઇગ્રેન ઘટાડવામાં સામાન્ય પીડા રાહત તરીકે અસરકારક હોઈ શકે છે.અન્ય કેટલીક હર્બલ ટીનું સેવન પણ ફાયદાકારક માનવામાં આવે છે.
કોફી, ચા જેવા કેફીનયુક્ત પીણાં પીવાથી પણ માથાનો દુખાવો તરત જ ઓછો થાય છે.અને માથાના દુખાવા માટે બનાવવામાં આવેલી કેટલીક પીડા રાહત દવાઓમાં કેફીનનો પણ સમાવેશ થાય છે.કેફીન તણાવ, માથાનો દુખાવો અથવા માઇગ્રેનના લક્ષણોને ઘટાડવામાં મદદ કરી શકે છે. કેફીન રક્તવાહિનીઓને આરામ આપે છે જે પરિભ્રમણને સુધારે છે અને તાણ ઘટાડી શકે છે.પરંતુ વધુ પડતા કેફીનનું સેવન ટાળવું જોઈએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.