શુ તમને પીમ્પલ્સ થાય છે?? તો અપનાવો આ પાનનો ઉપયોગ,ચહેરો પણ ખીલી ઉઠશે અને પીમ્પલ્સ થશે દૂર..

જો તમને એમ કહેવામાં આવે કે તમે કોઈ બ્યૂટી પ્રોડક્ટ્સ ન વાપરો અને ફક્ત ઘરેલૂ ઉપાય તમારા પિમ્પલને દૂર કરશે. તો આ વાત કદાચ તમારા માન્યામાં આવશે નહીં. પણ એ વાત સાચી છે કે સોપારીના પાનની મદદથી રાતોરાત પિમ્પલ્સથી છૂટકારો મળી જાય છે સોપારીના પાનમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિ-બેક્ટેરિયલ ગુણ પણ હોય છે, જે પિમ્પલ્સને દૂર કરવામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. અને આની મદદથી ત્વચાની અનેક પ્રકારની સમસ્યાઓ દૂર કરી શકાય છે અને તમારી ત્વચાને સુંદર બને છે. જો તમે ત્વચાની સંભાળમાં કેટલીક ઓર્ગેનિક વસ્તુઓનો સમાવેશ કરવાનું વિચારી રહ્યા છો અને કંઈક નવું ટ્રાય કરવા માગો છો તો સોપારીનો ઉપયોગ કરી શકો છો.

જો તમે પિંપલ્સથી રાહત મેળવવા માંગતા હોવ તો સૌથી પહેલા 3 થી 4 સોપારીના પાન લો અને તેને સારી રીતે સાફ કરો અને હવે આ પાંદડાને પીસીને તમારા ચહેરા પર લગાવો. આ પેસ્ટને દિવસમાં એક કે બે વાર લગાવવાથી તમારા પિમ્પલ્સ ઠીક થઈ જશે.

ચહેરા પરના ખીલ રાતોરાત ગાયબ કરવા માંગતા હોવ તો તમે સોપારીના પાનનો પણ ઉપયોગ કરી શકો છો.અને આ માટે તમે એક સોપારીના પાનની પેસ્ટ કરો અને તેને પિમ્પલ્સ પર લગાવો. તમે તેને આખી રાત રહેવા દો. સવારે તમારા પિમ્પલ્સ સુકાઈ ગયા હશે. તમારા ચહેરાને સારી રીતે ધોઈ લો. ફરક જોવા મળશે.

તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે 3 થી 4 પાંદડા પીસી લો અને આ પેસ્ટમાં એક ચમચી ચણાનો લોટ, મુલતાની માટી અને ચંદન ઉમેરો. હવે તમારા ચહેરાને સાફ કરો અને આ પેસ્ટને ઓછામાં ઓછા 15 મિનિટ સુધી તમારા ચહેરા પર રાખો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. આ કામ અઠવાડિયામાં 3 દિવસ કરો. તમે જાતે જ ફરક જોઈ શકશો.

જો તમે ફોલ્લીઓ અને એલર્જીથી પરેશાન છો તો પાનના 10 પાંદડા લો અને તેને પાણીમાં ઉકાળો. આ પાણીને ન્હાવાના પાણીમાં ઉમેરો અને તેના બળતરા વિરોધી ગુણધર્મોને લીધે તે ખંજવાળ અને સોજોથી રાહત આપશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.