ગાંધીનગરમાં પોલીસ સાથેના સંઘર્ષમાં ઉતર્યા બાદ યુવરાજ સિંહને ગઈ કાલે જ જામીન મળ્યા છે ત્યારે જેલમાંથી બહાર નિકળ્યા બાદ યુવા નવનિર્માણ સેનાની યુવરાજસિંહે રચના કરી છે.અને મીડિયા સમક્ષ તેમને આ વાત કહી હતી આ સાથે જ આ કોઈ રાજકિય પક્ષ નહીં હોય ફક્ત યુવાનોની લડત અને હક માટે આ સંગઠન કામ કરશે અને અવાજ બનશે તેવું તેમને જણાવ્યું હતું.
વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજાએ કહ્યું કે, આવનાર દિવસોમાં યુવાનોના હિત માટે એક નવા અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને એ છે યુવાન નવનિર્માણ સેના, વિદ્યાર્થીઓની યોજના અને યુવાનોની વેદના તેમજ તેમની ખુટતી વ્યવસ્થા અને મૂંઝવણને તેમજ તેમના પ્રશ્નો છે. અને એ તમામને રાજકીય રીતે આ પ્લેટફોર્મ ના માધ્યમથી અમે અવાજ ઉઠાવીશું.
સૌપ્રથમ જે બાબતો છે તે સરકાર સામે રાખી અને સત્તાપક્ષ સમક્ષ મૂકીશું આ સાથે જ સત્તાપક્ષ તેનો ન્યાય મેળવવાનો પ્રયત્ન કરે તે પ્રકારે અમે સરકારને સમક્ષ આ બાબતોને મુકીશું. આયોજન નિવેદનના માધ્યમથી ઉગ્ર આંદોલન વિરોધ પ્રદર્શનના માધ્યમથી પણ અવાજ ઉઠાવવાનો પ્રયત્ન કરીશું. અને યુવા નવનિર્માણ સેનાના માધ્યમથી હક માટે લડતા રહીશું.
આ સંગઠન ફક્ત અને ફક્ત બિનરાજકીય રહેશે અને યુવાનોના જે પ્રશ્નો છે જેમાં શિક્ષિત અશિક્ષિત વિકસિત તમામ ના પ્રશ્નો ઉઠાવીશું. યુવાનોની માગણી અને યુવાનોને જ્યાં અન્યાય થઇ રહ્યા છે તેમને વાચા આપવાનો પ્રયત્ન કરીશું. ભાવી સાથે ચેડાં થઈ ગયા છે તેને અટકાવવાનો પ્રયત્ન આ યુવા નવનિર્માણ સેના દ્વારા કરવામાં આવશે.અને તેવું યુવરાજં સિંહ જાડેજાએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.