શું તમે જાણો છો કે દર વર્ષે ધરમાં કેમ સ્થાપિત કરવામાં આવે છે ભગવાન ગણેશને.??

સનાતન ધર્મ અનુસાર પ્રતિ વર્ષ ગણેશ ચતુથીઁએ ગણપતિજીની સ્થાપના કરવામાં આવે છે. આપણે ત્યાં પરંપરા ચાલતી આવે છે એટલે જ અથવા તો દેખાદેખીમાં આપણે ધરોમાં ભગવાન ગણેશજીની સ્થાપિત કરી દઈ છીએ. આપણા ધામિઁક ગ્રંથો અનુસાર મહષિઁ વેદ વ્યાસે મહાભારતની રચના કરી છે.

મહાભારતને લખવા માટે વેદવ્યાસજીએ ગણેશજીની રચના કરી અને આરાધના કરી હતી. ગણેશજીનાં શરીરના તાપમાનને જાળવવા વેદવ્યાસજીએ તેમના શરીર પર માટીનો લેપ લગાવ્યો ભાદરવા માસથી શુકલપક્ષની ચતુથીઁ તિથિએ ગણેશજીની પૂજા કરવામાં આવી. માટીનૈ લેપ સુકાઈ જવાથી ગણેશજીનું શરીર અકડ્ડ થઈ ગયું.

ગણપતિજીના શરીરના તાપમાનને જોઈને વેદવ્યાસજીએ ગણેશજીને પાણીમાં પધરાવ્યાં. ત્યારથી દરેક શુભ કાર્યો પહેલાં ગણેશજીને બેસાડી તેમના સ્થાપનની પ્રથા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.