શું તમારે સોનું જોઈએ છે.? તો પહોંચી જાવ આ નદીએ! જયાં વહે છે પાણી સાથે સોનું.

નદી વિશે તો તમે ઘણું સાંભળ્યું હશે પરંતુ આજે તમને એક એવી નદીની (River) વાત કરી રહ્યા છીએ કે,જેનાં વિશે જાણીને તમને આશ્વર્ય થશે. ઘણા ઓછા લોકોને ખબર હશે કે, ભારતમાં એક એવી નદી છે જેની રેતીમાંથી સોનું મળે છે.

ભારતમાં આ નદી ઝારખંડના રત્નગર્ભામાં સુબર્ણરેખા (Subarnarekha) નામથી પ્રખ્યાત છે અને સ્થાનિક લોકો સવારે ઉઠીને સોનાની શોધખોળમાં લાગી જાય છે. ઉપરાંત આ સોનું વેચીને જ તેઓ ઘરનું ગુજરાન ચલાવી રહ્યા છે.જાણીને નવાઈ લાગશે પરંતુ ભારતમાં એક એવી નદી છે, જ્યાંથી સોનું નીકળે છે અને આ નદીની રેતીમાંથી વર્ષોથી સોનું કાઢવામાં આવી રહ્યું છે. સ્થાનિક લોકો નદીની રેતીમાંથી સોનું કાઢીને પોતાનું ગુજરાન કરે છે. આ નદી ઝારખંડના(Jharkhand) રત્નગર્ભામાં “સુબર્ણરેખા” નામથી જાણીતી છે.

મુખ્યત્વે આ નદી ઝારખંડ, પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સાના કેટલાક વિસ્તારોમાં વહે છે. સુબર્ણરેખા અને તેની સહાયક નદી (Tributary River) કરકરીમાં સોનાનાં કણો જોવા મળે છે. ત્યારે સ્થાનિક લોકોનું માનવું છે કે, સોનાનાં કણ (Gold Particles) કરકરી નદીમાંથી વહીને સુબર્ણરેખા નદી સુધી પહોંચે છે.

https://www.youtube.com/watch?v=JTjnYC64MMg

થાઈલેન્ડમાં પણ છે એક આવું સ્થળ ;                                                                                         દક્ષિણ થાઇલેન્ડમાં પણ એક આવું સ્થળ આવેલું છે અને તે મલેશિયા સાથે જોડાયેલ ક્ષેત્ર છે. આ વિસ્તારને ગોલ્ડ માઉન્ટન કહેવામાં આવે છે અને અહીં લાંબા સમયથી ગોલ્ડ માઇનીંગ કરવામાં આવે છે. જો કે કોરોના વાયરસને કારણે આર્થિક સ્થિતિ વધુ કથળી હોવાના કારણે ત્યાના લોકોને પૈસા કમાવવાનું આ એક મહત્વપૂર્ણ સાધન બની ગયું છે. ત્યાના લોકો કાદવ ચારીને સોનુ કાઢી રહ્યા છે.

કેટલું મળે છે સોનું?                                                                                                             એવું નથી કે અહીં ઘણું બધું સોનું છે અને ત્યાના લોકો બેગ ભરીને લઇ જાય છે. અહીં લાંબી મહેનત બાદ થોડા ગ્રામ સોનું મળી આવે છે. રિપોર્ટ અનુસાર 15 મિનિટ કામ કર્યા પછી એટલું સોનું મળી જાય છે કે તેમાંથી એક દિવસનો ખર્ચો નીકળી શકે. રિપોર્ટમાં એક મહિલાની વાત કરવામાં આવી છે, જે મુજબ 15 મિનિટની મહેનત બાદ તેણે આશરે 244 રૂપિયાનું સોનું કાઢ્યું હતું અને તે સ્ત્રી આ કામથી ખૂબ જ ખુશ હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.