વાહન નિર્માતા કિયા મોટર્સની શક્તિશાળી SUV કિયા સેલ્ટોસ મધ્યમ કદના સેગમેન્ટમાં બેસ્ટ સેલર્સ પૈકીની એક છે. અને કોમ્પેક્ટ એસયુવી વિવિધ વેરિયન્ટ્સમાં 16 કિમીથી 21 કિમીની માઈલેજ આપે છે. ત્યારે તેની કિંમત 9.89 લાખ રૂપિયાથી 17.45 લાખ રૂપિયા સુધીની છે.
સરળ EMI પર કિયા સેલ્ટોસ ઘરે લઇ આવો જો કિયા સેલ્ટોસની કિંમત તમને તમારા બજેટની બહાર લાગે છે, તો તમે તેને સરળ EMI વિકલ્પ સાથે ખરીદી શકો છો અને આ માટે તમારે કોઈ વધુ ડાઉનપેમેન્ટ કરવાની પણ જરૂર નથી
દિલ્હીમાં Kia Seltos HTE G પેટ્રોલ વેરિઅન્ટની ઓન રોડ કિંમત રૂ. 11 લાખ 6 હજાર છે.અને તેને EMI પર લેવા માટે, તમે 1 લાખ 11 હજાર રૂપિયાના ડાઉનપેમેન્ટ દ્વારા 9 લાખ 95 હજાર રૂપિયાની લોન લઈ શકો છો અને તેને સરળ માસિક હપ્તાઓ પર ચૂકવી શકો છો.
9 લાખ 95 હજાર રૂપિયાની કિંમત પર 9.8% વ્યાજ દર લાગુ થશે.અને આ રીતે, 5 વર્ષમાં, તમારે લગભગ 12 લાખ 62 હજાર રૂપિયા ચૂકવવા પડશે, જેમાં લગભગ 2 લાખ 67 હજાર વ્યાજની રકમ હશે. અને આ પાંચ વર્ષ દરમિયાન તમારે દર મહિને લગભગ 21 હજાર રૂપિયાની EMI ચૂકવવી પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.