આજકાલ બધુ ઓનલાઈન થઈ ગયું છે એ પછી પૈસાની ચુકવણી હોય કે કોઈ સરકારી કે બિન સરકારી કામ. એવામાં હવે મોટાભાગના દસ્તાવેજો બનાવવા માટે પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. પાન કાર્ડ કે આધાર કાર્ડ ખોવાઈ ગયું હોય તો નવું મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે અને સાથે જ જો તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું હોય તો તે પણ ઘરે બેઠા બેઠા ઓનલાઈન બનાવી શકાય છે. જો કોઈ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માંગતા હોય તો તેને પહેલા લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવું પડે છે અને આ પછી, એક કે બે મહિના પછી, તમે કાયમી ડ્રાઇવિંગ લાઇસન્સ માટે અરજી કરી શકાય છે. ઓનલાઈન ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે તમારે એક પ્રક્રિયા ફોલો કરવી પડશે અને એ પછી ઘરે બેઠા તમે ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવી શકો છો. તો આવો જાણીએ શું છે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાની પ્રક્રિયા-
ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઈન અરજી માટે તમારે તમારા જિલ્લાના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવી પડશે. આપને જણાવ્યું એ મુજબ જ ડ્રાઇવિંગ લાઇસન્સ સીધું નથી બનતું પણ એ બનાવ્યા પહેલા લર્નિંગ લાઇસન્સ બનાવવાનું રહે છે. લર્નિંગ લાઇસન્સને પાકું ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવવાનું પહેલું પગલું ગણવામાં આવે છે. તો લર્નિંગ લાઇસન્સ માટે કેવી રીતે અપ્લાઇ કરવું ચાલો જાણીએ-
– સૌ પ્રથમ તો તમારે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ sarathi.parivahan.gov.in/sarathiservice/stateSelection.do પર જવું પડશે.
-સાઇટ પર જઈને અને તમારું રાજ્ય પસંદ કરો અને એ પછી ઑનલાઇન અપ્લાઇ કરવાનો વિકલ્પ પસંદ કરો અને તે પછી ન્યૂ ડ્રાઇવિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો.
ત્યારબાદ લર્નિંગ લાઇસન્સનો વિકલ્પ પસંદ કરો અને માહિતી ભરીને ઓકે પર ક્લિક કરો.
હવે આવેદન કરનાર વ્યક્તિની પર્સનલ માહિતી અને દસ્તાવેજો જેવા કે ઓળખ પત્ર વગેરેની માહિતી ભરો.
ત્યારબાદ પેમેન્ટ કરવાનું રહેશે અને પછી જ સફળતાપૂર્વક લર્નિંગ ડ્રાઇવિંગ લાઇસન્સની અરજી સબમિટ થઈ હશે.
ઓનલાઈન ડ્રાઈવિંગ ટેસ્ટ માટે આગળ વધતા પહેલા 10 મિનિટનો ડ્રાઈવિંગ નિર્દેશનો વીડિયો જોવો પણ જરૂરી છે
હવે પછી ટેસ્ટ માટેનો OTP અને પાસવર્ડ તમારા મોબાઈલ નંબર પર આવશે.
ટેસ્ટમાં 10 માંથી 6 પ્રશ્નોના સાચા જવાબ આપવા જરૂરી છે. ટેસ્ટ ક્લિયર કર્યા પછી, લાઇસન્સ લિંક રજિસ્ટર્ડ ફોન નંબર પર મોકલવામાં આવશે. જો ટેસ્ટ ક્લીયર ન થાય તો ફરીથી ટેસ્ટ માટે 50 રૂપિયાની ચૂકવવા પડે છે. લર્નિંગ લાઇસન્સનું સબમિશન કર્યા પછી એક વેબ એપ્લિકેન્ટ નંબર જનરેટ થશે અને જેની મદદથી તમારા એપ્લિકેશનનું સ્ટેટસ ચેક કરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.