ડોક્ટર્સ ડે નિમિત્તે રાહુલ ગાંધીનો ડોક્ટર્સ સાથે ખાસ સંવાદ, ડોક્ટર્સે કહ્યું- દિલ્હી સરકારે વળતર ન આપ્યું

 હોસ્પિટલમાં પગાર કાપના કારણે સ્વાસ્થ્ય કર્મચારીઓ પરેશાન

 

કોરોના મહામારીના સંકટ વચ્ચે ફ્રન્ટલાઈન પર રહીને યુદ્ધ લડી રહેલા ડોક્ટર્સ માટે કાલનો દિવસ ખાસ છે. ડોક્ટર્સ ડે નિમિત્તે સૌ કોઈ સ્વાસ્થ્યકર્મીઓને સલામી પાઠવી રહ્યા છે. તેના અનુસંધાને કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પણ અનેક ડોક્ટર્સ સાથે સંવાદ સાધ્યો હતો. ડોક્ટર્સ સાથેની વાતચીતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ‘તમારા લોકોના કારણે અમે ગર્વ અનુભવીએ છીએ. તમે લોકો દેશના પ્રતિનિધિ છો. આ સમય તમારા બધા માટે મુશ્કેલ હશે. આ દરમિયાન તમે કઈ રીતે કામ કરો છો તે અમે જાણવા માંગીએ છીએ.’ સાથે જ તેમણે દિલ્હીમાં હવે ટેસ્ટિંગ નથી કરવા દેવાતા તેવી ફરિયાદ પણ કરી હતી.

રાહુલ ગાંધી સાથેની વાતચીત દરમિયાન વિવિધ ડોક્ટર્સે પોતાની વાત રજૂ કરી હતી અને ડોક્ટર્સે દિલ્હી સરકાર દ્વારા વળતર ન અપાયું હોવાની ફરિયાદ કરતા પોતે ચિઠ્ઠી લખશે તેવી ખાતરી આપી હતી.

શૈર્લી, ઈંગ્લેન્ડ- ‘અમારા પાસે દરરોજ દર્દીઓ આવી રહ્યા હતા. શરૂઆતમાં કોઈને કશી ખબર નહોતી એટલે ખૂબ જ ડર હતો. જ્યારે હું એક દર્દીને તપાસી રહી હતી ત્યારે તેનામાં અન્ય કોઈ લક્ષણો નહોતા માત્ર તેને પેટમાં દુખી રહ્યું હતું. તપાસ દરમિયાન તેની છાતીમાં કોવિડ નોંધાયું અને તેની સ્થિતિ સતત ગંભીર બનતી ગઈ. માર્ચની શરૂઆતમાં જ્યારે બ્રિટનમાં લોકડાઉન નહોતું ત્યારે ડર વ્યાપી ગયો હતો. ત્યારથી જ અમે PPE કીટ સહિતની અનેક સાવધાનીઓ વર્તી રહ્યા છીએ.’

 

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.