ડૉક્ટર અને લેબોરેટરીવાળું નવું કૌભાંડ આવ્યુ સામે, ટાઈફોડના ખોટા પોઝિટવ રિપોર્ટ બતાવી પૈસા પડવવાના, આ રહ્યો કિસ્સો

બનાસકાંઠાના લાખાણીમાં વધુ એક લેબોરેટરીનું કૌભાંડ સામે આવ્યુ છે. એક જ મહિલા દર્દીના ત્રણ લેબોરેટરીમાં અલગ અલગ રિપોર્ટ આવતા તબીબ અને લેબોરેટરીની સાંઠગાંઠ અને ખોટા રિપોર્ટની ઘટના સામે આવી છે. આ અંગે દર્દીના સગાએ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માંગ કરી છે.
એક જ કલાકમાં 3 લેબોરેટરીના અલગ અલગ રિપોર્ટ
ડોક્ટર કહે તેવા રિપોર્ટ બનાવે છે લેબોરેટરી
રોગચાળો વકરે તેનો લે છે લાભ
તબીબે કહેલી લેબમાં ટાઈફોઈડ પોઝેટીવ આવ્યો અને એ જ સમયે બીજી બે લેબના રિપોર્ટર નેગેટિવ આવ્યા હતા. માત્ર એક કલાકના સમયમાં ત્રણ લેબમાં અલગ અલગ રિપોર્ટ આવતા ખરેખર મહિલાને ટાઈફોઈડ છે કે નહીં તે અંગે ખુદ મહિલા અને તેના પરિવારજનો અવઢવમાં મુકાયા હતા.
શું છે મામલો?
મહિલા દર્દીને સામાન્ય તાવ આવતા તે દવાખાને ગઈ હતી જ્યા તબીબે મહિલા દર્દીને કષ્ટભંજન લેબમાં રિપોર્ટ કઢાવવા જણાવ્યુ હતુ. કષ્ટભંજન લેબમાં દર્દીનો ટાઈફોઈડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારે દર્દીના પરિવારને શંકા જતા બીજી બે લેબમાં રિપોર્ટ કઢાવ્યા હતા અને બંને લેબમાં ટાઈફોઈડના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા.

કઈ લેબમાં કેવો આવ્યો રિપોર્ટ
કષ્ટભંજન લેબોરેટરીએ ટાઈફોઈડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોના કહેવાથી રિપોર્ટ બને છે
ડોક્ટરના કહેવાથી ખોટા રિપોર્ટ અપાતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. ડોક્ટર અને લેબોરેટરની મિલિભગતનો હોવાની પણ શંકા સેવાઈ રહી છે. દર્દીના સગાએ જીલ્લા આરોગ્ય અધિકારી પાસે તપાસની માગ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.