સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યૂનાં 10 કેસ નોંધાયા છે., અમદાવાદ : હાલ સામાન્ય માણસ તો રોગચાળાની ચપેટમાં આવ્યા છે પરંતુ સાથે સાથે અમદાવાદ સિવિલ હૉસ્પિટલનાં (Civil Hospital) સ્ટાફમાંથી 60 લોકોને ડેન્ગ્યૂ (Dengue) થયો છે. ગઇકાલે સોમવારે એક જ દિવસમાં ડેન્ગ્યૂનાં 10 કેસ નોંધાયા છે. હેલ્થ વિભાગે મચ્છરોનાં પોરાનો નાશ કરવા માટે સિવિલ હૉસ્પિટલને 3 વાર નોટિસ આપવામાં આવી છે. અમદાવાદમાં ડેન્ગ્યૂનાં 21 દિવસમાં 416 કેસ નોંધાયા છે. જ્યારે શહેરનાં ઘાટલોડિયા, ગોતા, વટવા, લાંભા, ઇસનપુરમાં મચ્છરોનો સૌથી વધુ ત્રાસ છે. શહેરનાં ઇસનપુર લોટસ સ્કૂલ પાછળનાં વિસ્તારમાં મચ્છરની ડેન્સિટી 4.8 નોંધાઇ છે.
દંડ પણ કરાયો હતો
થોડા સમય પહેલા મ્યુનિ.એ યુ.એન. મહેતા હાર્ટ હૉસ્પિટલમાં મોટી સંખ્યામાં મચ્છરો મળી આવતા દંડ કરાયો હતો. 22 સપ્ટેમ્બરે સિવિલમાં મચ્છરોની ડેન્સિટી 5.25 અને ડેન્ગ્યુના મચ્છરોની ડેન્સિટી પણ મળી આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.