ડોક્ટરના રૂપમાં નવજાત બાળકોને યાતનાઓ આપી કરોડો કમાતો હતો રાજકોટનો ‘રાક્ષસ’

ડોક્ટર ભગવાનના રૂપ સમાન નવજાત શીશુઓને ત્રણ ત્રણ વર્ષ સુધી આઈસીયુમાં ઘોંધી રાખીને કરતો કમાણી. નવજાતને ભયાનક યાતનાઓ આપી ‘આયુષ્માન’થી કરોડોની કમાતો હતો રાજકોટનો રાક્ષસ જેવો ડોક્ટર!

 

રાજકોટમાં સ્વસ્થ બાળકને બીમાર બતાવી પૈસા કમાવાનું મસમોટું કારસ્તાન સામે આવ્યું છે

રાજકોટમાં સામે આવ્યું આયુષ્માન કાર્ડનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુજરાતનું સૌથી મોટું ષડયંત્ર

રાક્ષસ જેવા ડોક્ટર સ્વસ્થ નવજાતને ભયાનક યાતના આપી શરીરમાં ભોંકી રાખતો ઢગલો નળીઓ અને સિરિન્જ

સ્વસ્થ નવજાત શીશુના શરીરમાં કારણ વિના નળીઓ અને સિરિન્જ ભોંકીને આઈસીયુમાં મુકી રાખતો હતો રાજકોટનો ડોક્ટર

દર્દી જેને ભગવાન માને છે એ ડોક્ટર પૈસાનો પુજારી નીકળ્યો, સંખ્યાબંધ બાળકોને આપી યાતના

તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડોક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવ્યા

રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર નિહિત બેબીકેર હોસ્પિટલમાં 3 વર્ષથી સ્વસ્થ બાળકોને આઈસીયુમાં રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરી             ડોક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ. ભગવાન બાદ ધરતી પર જો લોકો સૌથી વધુ કોઈની પર ભરોસો મુકતા હોય તો એ છે ડોક્ટર. પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની ત્યારે શું કરવું. રાજકોટનાં તબીબી વ્યવસાયને લાંચ્છન લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક ડોક્ટર રીતસર રાક્ષસ બની ગયો હોય એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખોટી રીતે સરકારી યોજના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કમાવવા માટે આ ડોક્ટર નવા તાજા જન્મેલા બાળકો એટલેકે, નવજાત શીશુઓને ભયાનક યાતનાઓ આપી આપીને પોતાની હોસ્પિટલના આઈસીયુમાં ઘોંધી રાખતો હતો. બાળકને ગંભીર બીમારી હોવાનું બહાનું કાઢીને આ ડોક્ટર સરકારી યોજનામાંથી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

 

અનેક બીમારીઓમાં થાય છે આયુષ્માન કાર્ડનો ઉપયોગઃ

સૌથી પહેલાં એ જાણી લઈએ કે કઈ રીતે કરવામાં આવ્યું આ કૌભાંડ. તો અનેક બીમારીઓમાં થાય છે આ સરકારી કાર્ડનો ઉપયોગ. ખાસ કરીને આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી.

 

કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો રાક્ષસ જેવા ડોક્ટરની કરતૂતનો ભાંડાફોડઃ

નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. એવુ પણ સામે આવ્યું છેકે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી.

ડોક્ટર ભગવાનના રૂપ સમાન નવજાત શીશુઓને ત્રણ ત્રણ વર્ષ સુધી આઈસીયુમાં ઘોંધી રાખીને કરતો કમાણી. નવજાતને ભયાનક યાતનાઓ આપી ‘આયુષ્માન’થી કરોડોની કમાતો હતો રાજકોટનો રાક્ષસ જેવો ડોક્ટર!

રાજકોટમાં સ્વસ્થ બાળકને બીમાર બતાવી પૈસા કમાવાનું મસમોટું કારસ્તાન સામે આવ્યું છે
રાજકોટમાં સામે આવ્યું આયુષ્માન કાર્ડનો ભરપૂર ગેરલાભ ઉઠાવવાનું ગુજરાતનું સૌથી મોટું ષડયંત્ર
રાક્ષસ જેવા ડોક્ટર સ્વસ્થ નવજાતને ભયાનક યાતના આપી શરીરમાં ભોંકી રાખતો ઢગલો નળીઓ અને સિરિન્જ
સ્વસ્થ નવજાત શીશુના શરીરમાં કારણ વિના નળીઓ અને સિરિન્જ ભોંકીને આઈસીયુમાં મુકી રાખતો હતો રાજકોટનો ડોક્ટર
દર્દી જેને ભગવાન માને છે એ ડોક્ટર પૈસાનો પુજારી નીકળ્યો, સંખ્યાબંધ બાળકોને આપી યાતના
તંદુરસ્ત નવજાતને ગંભીર બીમારી બતાવીને રાજકોટના ડોક્ટરે માત્ર 8 મહિનામાં અઢી કરોડ રૂપિયા પડાવ્યા
રાજકોટના લક્ષ્મીનગર મેઈન રોડ પર નિહિત બેબીકેર હોસ્પિટલમાં 3 વર્ષથી સ્વસ્થ બાળકોને આઈસીયુમાં રાખી કરોડો રૂપિયાની કાળી કમાણી કરી
ડોક્ટરને આપણે ભગવાનનું રૂપ માનીએ છીએ. ભગવાન બાદ ધરતી પર જો લોકો સૌથી વધુ કોઈની પર ભરોસો મુકતા હોય તો એ છે ડોક્ટર. પણ જ્યારે રક્ષક જ ભક્ષક બની ત્યારે શું કરવું. રાજકોટનાં તબીબી વ્યવસાયને લાંચ્છન લગાડે તેવી ઘટના સામે આવી છે. જેમાં એક ડોક્ટર રીતસર રાક્ષસ બની ગયો હોય એવી ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. ખોટી રીતે સરકારી યોજના આયુષ્માન કાર્ડમાંથી પૈસા કમાવવા માટે આ ડોક્ટર નવા તાજા જન્મેલા બાળકો એટલેકે, નવજાત શીશુઓને ભયાનક યાતનાઓ આપી આપીને પોતાની હોસ્પિટલના આઈસીયુમાં ઘોંધી રાખતો હતો. બાળકને ગંભીર બીમારી હોવાનું બહાનું કાઢીને આ ડોક્ટર સરકારી યોજનામાંથી કરોડો રૂપિયાની કમાણી કરતો હતો.

અનેક બીમારીઓમાં થાય છે આયુષ્માન કાર્ડનો ઉપયોગઃ
સૌથી પહેલાં એ જાણી લઈએ કે કઈ રીતે કરવામાં આવ્યું આ કૌભાંડ. તો અનેક બીમારીઓમાં થાય છે આ સરકારી કાર્ડનો ઉપયોગ. ખાસ કરીને આયુષ્માન યોજના હેઠળ અનેક પ્રકારની બીમારીઓ આવરી લેવાઈ છે. આ પૈકી નવજાત બાળકોને કમળો, ઈન્ફેક્શન, ગેસ, ન્યુમોનિયા જેવા રોગ થાય અને એનઆઈસીયુમાં રાખવા પડે તો તેની પણ જોગવાઈ છે. આ કારણે નવજાતની સારવારનો ખર્ચ પરિવારની માથે આવતો નથી.

કમ્પ્યૂટર ઓપરેટરે જ કર્યો રાક્ષસ જેવા ડોક્ટરની કરતૂતનો ભાંડાફોડઃ
નિહિત બેબીકેરમાં ફરજ બજાવતા કમ્પ્યૂટર ઓપરેટર રવિ સોલંકીને ડો.મશરુ વિવિધ રિપોર્ટ મોકલતો હતો. તે રિપોર્ટમાં શું ફેરફાર કરવા તેની મોબાઈલ ફોન પર સૂચના આપીને બાદમાં તેની પ્રિન્ટ કાઢવાનું કહેતો હતો. એવુ પણ સામે આવ્યું છેકે, તેની પાસે અનેક રિપોર્ટમાં ફેરફાર કરાવાયા હતા. તેને મેડિકલનું જ્ઞાન ન હોવાથી જેમ ડોક્ટર કહેતા તેમ કરતો હતો. જોકે ગુનાહિત કામ હોવાની જાણ થતા તેણે નોકરી છોડી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.