મહિને લાખો રૂપિયા કમાતા ડૉક્ટર પતિની કરતૂત, પત્નીને હોટલમાં લઈ જઈને પણ ન છોડી

રાજકોટના સમાચારઃ રેડિયોલોજીસ્ટ ડૉક્ટર સારી કમાણી કરતા હોવા છતાં પત્ની પર સતત અત્યાચાર ગુજારતા હોવાની ફરિયાદ નોંધાઈ છે. મહિને ડૉક્ટર ક્ષેત્ર સિવાય પણ સારું કમાતા ડૉક્ટર દ્વારા કેવો અત્યાચાર ગુજારવામાં આવતો હતો તેનો ઉલ્લેખ પત્નીએ ફરિયાદમાં કર્યો છે.

રાજકોટઃ 29 વર્ષની પરણિતા દ્વારા પોતાના જામનગર ખાતે રહેતા રેડિયોલોજીસ્ટ ડોક્ટર પતિ જયપાલ માખેલા વિરુદ્ધ મહિલા પોલીસ સ્ટેશન ખાતે આઇપીસી 498એ, 323 504 અંતર્ગત ગુનો નોંધાવવામાં આવ્યો છે. લગ્ન બાદ પતિ દ્વારા અવારનવાર નાની મોટી બાબતે મારકૂટ કરી ગાળો આપવામાં આવતી હતી. તેમજ વારંવાર પરણીતાને તેના પિતા પાસેથી પૈસા લઈ આવવાની માગણી કરવામાં આવતી હતી. તેમજ શારીરિક માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

પોલીસને આપેલી ફરિયાદમાં પરણિતાએ જણાવ્યું છે કે પોતે એમબીબીએસ સુધીનો અભ્યાસ કર્યો છે. વર્ષ 2019 માં જ્ઞાતિના રીતી રિવાજ મુજબ તેના લગ્ન જામનગર ખાતે રહેતા જયપાલ માખેલા સાથે થયા હતા. લગ્નના પાંચ દિવસ બાદ પતિ સાથે હનીમૂન માટે માલદીવ ફરવા ગયા હતા. જ્યાં પતિ પત્ની સાથે એક દિવસ રોકાયા હતા અને ત્યારબાદ જામનગર પરત આવી ગયા હતા. એક દિવસ ઘરકામ બાબતે ડોક્ટર પતિએ પરણીતાને બેડ પરથી નીચે પછાડીને માર માર્યો હતો. આમ છતાં પરણીતા દ્વારા ઘરકામ કરવામાં આવતું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.