યુપીના મુરાદાબાદમાં હેલ્થ ચેક અપ માટે ગયેલી ડોક્ટરો અને પોલીસની ટીમ પર પથ્થરમારો કરનારા લોકો પર કાર્યવાહી કરવા માટે રાતે ત્રણ વાગ્યે કોર્ટ ખુલી હતી.
એક અખબારના અહેવાલ પ્રમાણે પથ્થરમારો કરનારા 17 લોકોની પોલીસે ધરપકડ કરી હતી. એ પછી આગળની કાર્યવાહી કરવા માટે રાતે ત્રણ વાગ્યે સ્થાનિક કોર્ટ ખોલવામાં આવી હતી. સવારે પાંચ વાગ્યે કોર્ટે તેમને 14 દિવસના રીમાન્ડ પર લેવાનો હુકમ કર્યો હતો.એ પછી તેમને જેલમાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસે તેમને તાત્કાલિક કોર્ટમાં રજૂ કરવાની અપીલ કરી હતી.એ પછી કોર્ટે પણ આ મામલાની નાજુકતાને સમજી હતી. ન્યાયાધીશે ઘરે જ રાતે ત્રણ વાગ્યે મામલાની સુનાવણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, મુરાદાબાદના નવાબપુરા વિસ્તારમાં બુધવારે પોલીસ ટીમ અને મેડિકલ સ્ટાફ પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં ડોક્ટરો સહિત 6 સ્વાસ્થ્ય કર્મીઓ ઘાયલ થયા હતા અને પોલીસ કર્મીઓને પણ ઈજા થઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.