અરે.. તબીબોએ એક જ દિવસમાં રેકોર્ડ બ્રેક પ્રસૂતિ કરી માતાનાં ખોળે બાળક રમતાં કર્યો.

સમગ્ર ગુજરાત સહિત ભારતભરમાં અનેક બાળકો જન્મે છે. પરંતુ વડોદરા જિલ્લાના એક સામૂહિક આરોગ્ય કેન્દ્રએ એક જ દિવસના માત્ર ૮ કલાકમાં જ ૧૮ બાળકોની પ્રસુતિ કરાવી ને ઈતિહાસ સર્જ્યો છે.આ આરોગ્ય કેન્દ્ર બાળકોના ખિલખિલાટથી ગુંજી ઉઠતા બાળપ્રેમી વાતાવરણ જોવા મળ્યું હતું..

https://www.youtube.com/watch?v=SdohoamPF2k

તબીબોનાં કઠોર પરિશ્રમ અને આગવી સુઝબુઝ તથા વ્યવસ્થિત મેનેજમેન્ટને કારણે એક દિવસમાં માત્ર આઠ કલાકમાં ૧૮ બાળકોને જન્મ કરાવવામાં આવ્યો છે.સમગ્ર કામગીરીમાં ૬ ડોક્ટર અને નસિઁગ અને વોડઁ બોય સ્ટાફમાં સામેલ હતો.

છતાં તમામે એકતા દશાઁવીને અને યોગ્ય પ્લાનિંગ કરીને ૧૮ મહિલાઓની સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી હતી. જરાપણ થાકયા વગર તબીબોએ તમામ મહિલાની સમયસર પ્રસૂતિ કરાવી હતી. એક જ દિવસમાં ૧૮ બાળકોને જન્મ કરાવવાનો રેકોર્ડ તૂટયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.