જામનગરમાં સતત બીજા દિવસે તબીબોની હડતાળ યથાવત, રામધુન અને હનુમાન ચાલીસા ગાઇ વિરોધ પ્રદર્શન કર્યું

જામનગરની જી.જી હોસ્પિટલના તબીબો શિક્ષક પડતર પ્રશ્નોને લઇને સતત બીજા દિવસે અચોક્કસ મુદતની હડતાળ પર એમ.પી.શાહ મેડીકલ કોલેજના પટાંગણમાં બેઠા છે. જ્યારે ગુજરાતમાં તબીબો શિક્ષકો પોતાના પડતર પ્રશ્નોને લઇને હડતાળ પર ઉતર્યા છે. અને ત્યારે 150થી વધુ તબીબો શિક્ષકો હડતાળમાં જોડાયા છે અને આજરોજ સતત બીજા દિવસે રામધુન, હનુમાન ચાલીસા, કૃષ્ણ ભજન ગાઇને હડતાળમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

તબીબોના 10થી વધુ પડતર પ્રશ્ને તબીબો સતત બીજા દિવસે હડતાળ પર ઉતર્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ ગણાતી જી જી હોસ્પિટલમાં ઇમરજન્સી અને ઓપીડી સેવા કાર્યરત રખાઇ છે અને મોટા ભાગના સિનિયર ડોકટરો હડતાળ પર ઉતર્યા છે,જેથી દર્દીઓને પણ હાલાકીનો સામનો કરી રહ્યાં છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.