ડોક્ટર્સની ચેતવણીએ વધારી ચિંતા,શરીરમાં આંખ અને શ્રવણ શક્તિને કરે છે નુકસાન

છેલ્લા 24 કલાકમાં 2 લાખ નવા કેસ આવ્યા છે ત્યારે બીજી લહેરનો પ્રકોપ સતત વધતો જોવા મળી રહ્યો છે. ડોક્ટર્સના જણાવ્યા અનુસાર આ વખતનો કોરોના આંખ અને શ્રવણ શક્તિને નુકસાન કરી રહ્યો છે. આ નવો સ્ટ્રેન વાયરલ તાવની સાથે સાથે ડાયરિયા, પેટ દર્દ, ઉલ્ટી, અપચો, ગેસ, એસિડિટી, ભૂખ ન લાગવી અને શરીર દુઃખવાની ફરિયાદ પણ આપી રહ્યો છે.

વિશેષજ્ઞોનું માનવું છે કે અનેક દર્દીની આ ફરિયાદ કોરોના બાદ જોવા મળી છે. તેઓ કહે છે કે ગંભીર સ્થિતિ થાય તો શરીરના અનેક અંગ પ્રભાવિત થવા લાગે છે અને આંખઅને કાન પર તેની સૌથી વધારે અસર જોવા મળે છે.

કોરોના વધતા ડોક્ટર્સનું માનવું છે કે બેદરકારી છોડીને કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવું જ એકમાત્ર ઉપાય છે. ડોક્ટર કહે છે કે કોરોનાના નવા વેરિઅન્ટના કેસમાં રાહતની વાત એ છે કે નવો સ્ટ્રેન રોગીની પ્રતિરોધક ક્ષમતાને સારી હોય તો વધારે સમય સુધી હેરાન કરતો નથી

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.