સુરતના પલસાણા સ્થિત સોમીયા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ કાપડ ની મીલ માં વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ આગ લાગતા ભારે ભાગદોડ નો માહોલ જોવા મળ્યો હતો. વહેલી સવારે લાગેલી આગ એટલી ભીષણ હતી કે, મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો. આગ ભીષણ હોવાને કારણે પલસાણા તાલુકા બારડોલી,સચિન,સુરત,બારડોલી, વ્યારા ખાતે થી ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને પાંચ કલાક ની જહેમત બાદ આગ પર કાબૂ મેળવી લઈને કુલિંગની કામગીરી હાથ ધરી છે.
કાપડ પ્રોસેસિંગની મિલમાં લાગેલી આગ એટલી ભયાનક હતી કે, આસપાસની મિલો પણ બંધ કરી દેવામાં આવી હતી અને વહેલી સવારે લાગેલી આગમાં સદનસીબે અત્યાર સુધી કોઇપણ જાનહાનિ થઇ ન હોવાનું જાણવા મળ્યું છે પણ આગ માં ત્રણ લોકો ફેક્ટરી માં ફસાયા હોવાની વાત તેમના પરિવારજનો રડતા ચહેરે જણાવી રહ્યા છે.આ ઘટના ને પગલે ભારે ચકચાર મચી ગઇ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.