આજકાલની લાઈફમાં દરેકની પાસે સમયની અછત છે તેના કારણે સ્વાસ્થ્યથી લઈને સુંદરતા પર વિપરિત અસર થઈ શકે છે. સુંદરતામાં ચાર ચાંદ લગાવવામાં વાળની ખાસ ભૂમિકા રહે છે. વાળ સ્વસ્થ ન હોય તો કોન્ફિડન્સ પણ પ્રભાવિત થાય છે. અને એવું નથી કે વાળને હેલ્ધી રાખવાની કોશિશ કરતા નથી પણ તો પણ અનેકવાર પરિણામ જોઈએ તેવા મળતા નથી. જેનાથી નિરાશ થવું પડે છે.
વાળના સારા ગ્રોથ માટે કિચનમાં ઓસામણ સારું સાબિત થાય છે. ઓસામણના પાણીના ઉપયોગથી ન ફક્ત વાળને સ્વસ્થ રાખવામાં આવે છે પણ તેને સિલ્કી અને સ્ટ્રેટ પણ બનાવે છે. અને આજે અહીં એવી કેટલીક ટિપ્સ આપીશું જેથી તમારા વાળનો ગ્રોથ વધશે અને તમે તેને સિલ્કી અને સ્ટ્રેટ પણ બનાવી શકો છો. તો જાણો કેવી રીતે કરશો ઓસામણનો ઉપયોગ.
વાળમાં ઓસામણ બનાવીને તમે તેને લગભગ અડધો કલાક રહેવા દો. પાણી ઠંડું થાય તો તેને વાળમાં લગાવો.15 મિનિટ બાદ સાદા પાણીથી વાળ ધોઈ લો.જેનાથી વાળ સ્ટેટ થશે..
જો તમે વાળને સિલ્કી બનાવવા ઈચ્છો છો તો ચોખાના પાણીમાં થોડું લવેન્ડર ઓઈલ મિક્સ કરો અને તેનાથી વાળ સિલ્કી અને ચમકદાર બનશે.
જો તમારા વાળ પણ સતત ખરી રહ્યા છો તે તો તમે તેને ચોખાના પાણીથી ધોઈ લો.અને તેનાથી તમારી વાળ ખરવાની અને તૂટવાની સમસ્યામાંથી રાહત મેળવી શકો છો.
જો તમારા વાળમાં વધારે ડેન્ડ્રફ છે તો નિયમિત રીતે વાળને ચોખાના પાણીથી ધૂઓ.અને થોડા જ સમયમાં તમારી આ સમસ્યા ખતમ થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.