ડોનાલ્ડ ટ્રમ્પની 3 કલાકની યાત્રાનો 115 કરોડથી વધુનો ખર્ચ કોણ ભોગવશે? CM રૂપાણી એ ખોલ્યું રાજ

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની યાત્રાની તૈયારી માટે કરવામાં આવનારા અંદાજે રૂા. 115 કરોડથી વધુનો ખર્ચ ગુજરાત સરકાર જ ભોગવશે. અત્યાર સુધી આ ખર્ચ કોણ ભોગવશે તે અંગે ચાલતા વિવાદ પર આ પ્રોગ્રામના યજમાન ગુજરાતના મુખ્યમંત્રી પોતે હોવાની વિજય રૂપાણીએ આજે જાહેરાત કરી તે સાથે જ ખર્ચ અંગેના વિવાદ પર પડદો પડી ગયો છે. નમસ્તે ટ્રમ્ફના અભિવાદન માટેની સમિતીના અધ્યક્ષ પદે બિજલ પટેલની નિમણૂક કરવામાં આવી ત્યારબાદ પણ આ કાર્યક્રમ માટે કરવામાં આવનારો ખર્ચ અભિવાદન સમિતિ નિભાવશે ખરી તેવો સવાલ ઊભો થયો હતો.

આ સવાલ અંગે હજી સુધી પણ કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી નથી. પરંતુ આ વિવાદ પર પડદો પાડી દેવાના ઇરાદા સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે જ આ કાર્યક્રમના યજમાન પદે પોતે હોવાની જાહેરાત આજે કરી છે. તેમણે જણાવ્યું છે કે અમેરિકાના પ્રમુખની ગુજરાત મુલાકાત ગુજરાત માટે ગૌરવરૂપ છે. તેનાથી ગુજરાતની વૈશ્વિક મહત્તા પ્રસ્થાપિત થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ એરપોર્ટ પર આવવાના છે ત્યારે તેમને આવકારવાનું આયોજન કરવામાં આવ્યું છે.

બે શક્તિશાળી નેતાઓનું સ્વાગત એક ચિરંજીવ અને ઐતિહાસિક ઘટના બની રહેશે. એરપોર્ટથી મોટેરા સ્ટેડિયમ સુધીના માર્ગ પર રૉડ શૉ નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મૈત્રીને કારણે શક્ય બન્યો છે. આ સમયે દેશના જુદાં જુદાં વિસ્તારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવશે. આ બે મહાનુભાવોને વધાવી લેવા માટે ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાના છે. એમ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.