ડૉનાલ્ડ ટ્રમ્પ બન્યા ‘બૉક્સર’, ટ્વિટર પર એવી તસવીર શેર કરી કે લોકોની આંખો પહોળી રહી ગઈ

ડૉનાલ્ડ ટ્રમ્પ હંમેશા કોઈને કોઈ કારણથી ચર્ચાઓમાં રહે છે. ક્યારેક પોતાના એટીટ્યૂડને લઇને તો ક્યારેક લૂકને લઇને, આ વખતે તેમણે કંઇક આવું જ કર્યું છે. ટ્રમ્પે ટ્વિટર એકાઉન્ટ પર એક અલગ જ અંદાજમાં તસવીર શેર કરી છે. તેમાં તેમણે પોતાની બૉક્સરવાળી તસવીર શેર કરી છે, જે સંપૂર્ણ રીતે એડિટેડ છે. આ તસવીરને એક લાખથી પણ વધારે વાર રીટ્વિટ કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે તસવીરનાં ફોટોશોપર એડિટ કરી ગઈ છે, આ તેમની રિયલ તસવીર નથી. આ તસવીર સાથે ટ્રમ્પે કોઈપણ પ્રકારનું કેપ્શન નથી નાંખ્યું. આ તસવીર કયા બૉક્સરની છે તેનો ખુલાસો નથી થયો, પરંતુ આ તસવીરનો ઉપયોગ 1982માં ફિલ્મ ‘રૉકી-3’ માટે કરવામાં આવ્યો હતો. ટ્રમ્પની આ તસવીરને 4 લાખથી વધારે લાઇક્સ મળ્યા છે. આ તસવીર પર અલગ અલગ પ્રકારની કૉમેન્ટ કરવામાં આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.