હશ-મની મામલામાં આજે પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ધરપકડ થઈ શકે છે, જેને લઈને અમેરિકન પ્રશાસન પૂરી રીતે તૈયાર છે. જો કે શનિવારે પૂર્વ રાષ્ટ્રપતિએ પોતે જ ખૂલાસો કર્યો હતો કે મંગળવારે તેમની ધરપકડ થઈ શકે છે અને આ સાથે જ પોતાના સમર્થકોને પ્રદર્શન માટે આહ્વવાન પણ કર્યું હતું. અત્યારે આ વાત સામે આવી જો કે હજુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
એક મીડિયા અહેવાલ અનુસાર ડિસ્ટ્રીક અટાર્ની અને ન્યૂયોર્ક પોલીસ વિભાગના અધિકારીઓએ બેઠક કરી છે, જેમાં ડોનાલ્ડ ટ્રમ્પને દોષી ઠહેરાવ્યા પછી ધરપકડ કરવાની સ્થિતીમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચર્ચા કરવામાં આવી. એવું માનવામાં આવે છે કે અધિકારી ટ્રમ્પ વિરુદ્ધ કોઈ આરોપો દાખલ કરવાની તૈયારી કરી ચૂકયા છે. જો આરોપો દાખલ કરવામાં આવે છે, તો ડોનાલ્ડ ટ્રમ્પ એવા પ્રથમ ભૂતપૂર્વ કે વર્તમાન રાષ્ટ્રપતિ બનશે જેમના પર ગુનાનો આરોપ મૂકવામાં આવશે અને આ એક એવું પગલું હશે જે ટ્રમ્પને 2024 ની વ્હાઇટ હાઉસ રેસમાંથી બાકાત કરશે.
વાસ્તવિકતામાં ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી એક મહિલાને ચુપ રહેવા માટે મોટી રકમ આપવાના મામલામાં સુનાવણી ચાલી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ મામલામાં જ ટ્રમ્પની ધરપકડ થઈ રહી છે અને આ મામલામાં ટ્રમ્પના વકીલ રહી ચુકેલા માઈકલ કોહેને જણાવ્યું કે પૂર્વ રાષ્ટ્રપતિએ એમને પોર્ન સ્ટાર ડૈનિયલ્સનો પૈસા આપવાનું કહ્યું હતું. ટ્રમ્પ પર આરોપ છે કે તેમનું સ્ટ્રોમી ડૈનિયલ્સની સાથે અફેયર હતું બીજી તરફ ટ્રમ્પ ન હતા ઈચ્છતા કે આ જાણકારી સાર્વજનિક થાય અને ડૈનિયલ્સ આ વિશે કોઈ નિવેદન આપે.
આ સિવાય ગોપનીય દસ્તાવેજને બહાર લઈ જવા માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પ પર એક કેસ ચાલી રહ્યો છે અને આ સાથે જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીને પ્રભાવિત કરવા માટે પણ ટ્રમ્પનીતપાસ કરવામાં આવી રહી છે. જો કે ટ્રમ્પ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવી રહ્યા છે. તેમણે 2024ની રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાની પણ જાહેરાત કરી છે.
તેમના સમર્થકોએ આરોપ લગાવ્યો કે જયારે ટ્રમ્પે ચૂંટણી લડવાની વાત કરી છે ત્યારથી તેમના પર કાર્યવાહી ઝડપી થઈ છે કારણકે તેમને રસ્તામાંથી હટાવી શકાય. તે જ સમયે, ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ધરપકડ થવાની સંભાવના વ્યક્ત કરતા તેમના સમર્થકોને ચેતવણી આપી છે અને સાથે જ અધિકારીઓએ પૂર્વ રાષ્ટ્રપતિની ધરપકડની સ્થિતિમાં વાતાવરણ બગડશે એમ પણ કહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.