ડોનાલ્ડ ટ્રમ્પને સુપ્રીમ કોર્ટે વધુ એક આંચકો આપ્યો, ટેક્સાસની મતગણતરીમાં ગોટાળાની અરજી કાઢી નાખી

– ટ્રમ્પના સાથીદારોએ કોર્ટમાં અરજી કરી હતી

ટેક્સાસ સ્ટેટમાં મતગણતરી ટાણે ધાંધલ અને ગોટાળા થયા હતા એવી ડોનાલ્ડ ટ્રમ્પની અરજી સુપ્રીમ કોર્ટે કાઢી નાખતાં ટ્રમ્પ અને તેમના ટેકેદારોને આંચકો લાગ્યો હતો.

વ્હાઇટ હાઉસ ખાલી ન કરવું પડે એટલા માટે અત્યાર સુધી ટ્રમ્પ જાતજાતનાં બહાનાં કાઢતા રહ્યા હતા. લગભગ દરેક સ્ટેટમાં મતગણતરીમાં ગોટાળા થયા હોવાના આક્ષેપ ટ્રમ્પ કરતા રહ્યા અને કેટલાક સ્ટેટમાં કોર્ટમાં ધા પણ નાખી. પરંતુ દરેક કોર્ટમાં તેમની ફરિયાદ ખોટી સાબિત થઇ.

આમ ટ્રમ્પ હવે અમેરિકાના પ્રમુખ રહ્યા નથી. એમણે વહેલા મો઼ડા વ્હાઇટ હાઉસ ખાલી કરવું પડશે. એ જાણે છે કે વ્હાઇટ હાઉસ ખાલી કર્યા બાદ જો એમના દુષ્કૃત્યોની તપાસ થાય તો તેમણે જેલમાં જવું પડશે એટલે એ વ્હાઇટ હાઉસ ખાલી કરવાના મૂડમાં નથી. ટ્રમ્પને તેમના પુત્રોનો ટેકો છે. પરંતુ પત્ની અને પુત્રી જમાઇ  એમને સતત સમજાવતા રહ્યા કે હવે તમે પરાજિત છો. વ્હાઇટ હાઉસ ખાલી કરવાની તૈયારી કરો.

સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે  ટેક્સાસ પાસે જ્યોર્જિયા, મિશિગન, વિસ્કોન્સીન અને પેન્સિલવેનિયા સામે કેસ કરવા માટે કોઇ યોગ્ય ભૂમિકા રહી નથી. જસ્ટિસ સેમ્યુઅલ અલિટો અને જસ્ટિસ ક્લેરેન્સ થોમસે કહ્યું કે અમે ટેક્સાસ સામે કેસ કરવાની પરવાનગી આપી હતી પરંતુ બાકીનાં ચાર સ્ટેટનાં પરિણામોને આખરી સ્વરૂપ આપવા પર કોઇ પ્રતિબંધ મૂક્યો નહોતો. તમે કરેલા તમામ આરોપો નાપાયાદાર અને ખોટા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.