અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે, પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પને ક્લાસીફાઈડ ઈંટેલિજેંસ બ્રીફિંગ, નહીં આપવામાં આવે

અમેરિકામાં પહેલીવાર કોઈ હારેલા રાષ્ટ્રપતિને ક્લાસીફાઈડ ઈંટેલિજેંસ બ્રીફિંગ નહીં આપવામાં આવે. અમેરિકાના વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડને ખુદ આ વાતની જાણકારી આપી હતી. અમેરિકામાં એક શિષ્ટાચાર છે કે, હારેલા રાષ્ટ્રપતિને પણ ગુપ્ત જાણકારીઓ મળે છે, પરંતુ આ વખતે આમ નહીં થાય.

બાઈડનને એક વાતચીત દરમિયાન પુછવામાં આવ્યું હતું કે, તેમને શું કોઈ વાતનો ડર સતાવી રહ્યો છે? હકારમાં જવાબ આપતા બાઈડને કહ્યું હતું કે, હું નથી ઈચ્છતો કે, આ મામલે કોઈ અનુંમાન લગાવવામાં આવે પણ એ વાત ચોક્કસ છે કે, ટ્રમ્પ આ પ્રકારની કોઈ પણ ગુપ્ત જાણકારી નહીં મળે.

બાઈડને આગળ ઉમેર્યું હતું કે, હું વિચારૂ છું કે, ટ્રમ્પને કોઈ પણ પ્રકારની ઈન્ટેલિજન્સ બ્રિફિંગ આપવાની કોઈ જરૂર નથી.તેઓ સત્યને તોડી મરોડી નાખે ચે અને કંઈ પણ નિવેદન આપે છે.

વ્હાઈટ હાઉસ પ્રેસ સેક્રેટરી જેન સાકીએ આ સપ્તાહની શરૂઆતમાં આ મામલે કહ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પને ગુપ્ત જાણકારી આપવામાં આવશે કે કેમ તેના પર હજી ચર્ચા ચાલી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.