ડોનાલ્ડ ટ્રમ્પની ગાંધી આશ્રમની મુલાકાત સમયે માત્ર આ 3 લોકો રહેશે હાજર, રૂપાણીને પણ નહી મળે એન્ટ્રી

ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અમદાવાદ આવી રહ્યા છે તેઓ વડાપ્રધાન મોદી સાથે ગાંધી આશ્રમની મુલાકાત લેવા છે ત્યારે આ સમયે સુરક્ષાના કારણોસર આશ્રમમાં માત્ર 3 લોકો જ હાજર રહેશે. જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ, મેલેનિયા તેમજ વડાપ્રધાન મોદી જ હશે.

જ્યારે સીએમ સહિતના લોકોએ કોન્વોય પાસે જ રાહ જોવી પડશે. ગાંધી આશ્રમ ખાતે હ્રદય કુંજ – રીવરફ્રંટ દર્શન તથા ગાંધી પ્રતિમાની પુષ્પાંજલિ કરાશે. આ ઉપરાંત આશ્રમ ખાતે કાર્યક્રમ ચાલુ હશે તે દરમિયાન જ સીએમ રૂપાણી મોટેરા સ્ટેડિયમ જવા રવાના થશે. તેઓ મોટેરા સ્ટેડિયમ પહોંચી પીએમ મોદી તથા ટ્રમ્પનું સ્વાગત કરશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.