રાષ્ટ્રપતિ ટ્રમ્પે કડક સ્વરમાં તુર્કીને ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો તે સીરિયા મામલે હદ વટાવી જશે તો તુર્કીની અર્થવ્યવસ્થાને મીટાવી દેશે. યુ.એસ.એ તુર્કીની સરહદથી પોતાના સૈનિકો પરત ખેંચવાના નિર્ણયને ન્યાયી ઠેરવતાં કહ્યું હતું કે તુર્કીને તેની પોતાની પરિસ્થિતિનો જાતે સામનો કરવો પડશે. ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે મેં આ પહેલા કહ્યું છે અને ફરીથી ચેતવણી આપી રહ્યો છું. તેમણે કહ્યું હતું કે જો તુર્કીએ એવું કંઇ કર્યું છે જે મારી દ્રષ્ટિએ યોગ્ય નથી તો હું તેનાં સંપૂર્ણ અર્થતંત્રને જડમૂળથી નષ્ટ કરી નાંખીશ. અગાઉ તેમણે તુર્કીને કુર્દો સાથે જાતે જ પહોંચી વળવાની સલાહ આપી હતી. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે તુર્કી, યુરોપ, સીરિયા, ઈરાન, ઇરાક, રશિયા અને કુર્દોને સ્થિતિનો જાતે જ સામનો કરવો પડશે. અને તેઓ તેમના સંબંધિત પ્રદેશોમાંથી પકડાયેલા આઇએસ લડવૈયાઓ સાથે જે કરવું હોય તે કરે. રાષ્ટ્રપતિએ તાજેતરમાં જ એક નિવેદન જારી કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે તુર્કી હવે લાંબા સમયથી ચાલી રહેલી તૈયારીઓના ભાગ રૂપે ઉત્તર સીરિયામાં આગળ વધશે. પરંતુ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે અમેરિકન સૈનિકો તેમની સાથે આ મિશનમાં જોડાશે નહીં. નોંધપાત્ર વાત એ છે કે તુર્કીની સરહદથી યુ.એસ. સૈનિકોને પાછા બોલાવી લીધાં પછી ત્યાં ફક્ત કુર્દિશ જ બાકી રહ્યાં છે. નોંધપાત્ર વાત એ છે કે તુર્કીની સરહદથી યુએસ સૈનિકોને પાછા બોલાવી લીધા બાદ ત્યાં ફક્ત કુર્દિશ જ છે જેઓ આઈએસઆઈએસ સામેની લડતમાં યુએસની સાથે ઉભા રહ્યાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે તુર્કીની સેના અહીં કુર્દિશ લડવૈયાઓ પર હુમલો કરશે અને આ હુમલામાં અમેરિકા તેના માર્ગે આવશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.