દરેક મહિલા પોતાના લાંબા, મુલાયમ, શાઈની વાળને લઈને ચિંતિંત રહે છે. સીઝન બદલાવવાની સાથે લોકોને વાળની સમસ્યાઓ વધે છે તેમજ ખાસ કરીને વરસાદમાં વાળ ખરવા લાગે છે અને બેજાન બની જાય છે. અનેક લોકોને ડેન્ડ્રફ, સ્કલ્પ ઈન્ફેક્શનની મુશ્કેલીઓ વધે છે અને આ કારણે વરસાદમાં વાળને એકસ્ટ્રા કૅરની જરૂર રહે છે. તો જાણો તમે વાળની દેખરેખ માટે કઈ ટિપ્સ અપનાવશો તો તમને ફાયદો થશે.
વરસાદની સીઝનમાં વાળ ભીના રહેતા હોય છે. તેનાથી વાળ બેજાન બને છે અને ગૂંચાતા રહે છે. એવામાં વાળને માટે તમે યોગ્ય કાંસકાનો ઉપયોગ કરવો જરૂરી રહે છે અને તમે પહોળા દાંતાના કાંસકાનો ઉપયોગ કરો. તેનાથી વાળ જલ્દી તૂટશે નહીં અને સારા રહેશે. ભીના વાળમાં ક્યારેય કાંસકો ફેરવવો નહીં.
ચોમાસામાં હેયર કૅરમાં તમે નારિયેળ તેલનો ઉપયોગ કરો તે જરૂરી છે અને આ માટે તમે રાતના સમયે વાળમાં નારિયેળ તેલ લગાવો અને સવારે ઉઠીને વાળને ચોખ્ખા પાણીથી ધોઈ લો. નારિયેળનું તેલ નેચરલ કંડીશનરના રૂપમાં કામ કરે છે અને નારિયેળનું તેલ વાલને મુલાયમ અને ચમકદાર બનાવે છે. જો તમારી પાસે વધારે સમય નથી તો તમે 20 મિનિટ સુધી તેને વાળમાં રહેવા દો અને પછી વાળ ધોઈ લો.
ચોમાસામાં વાળ જલ્દી ગંદા અને ચીકણા બને છે અને એવામાં તેને રેગ્યુલર શેમ્પૂ અને કંડીશન કરવાની જરૂર રહે છે. નિયમિત રીતે શેમ્પૂ કરવાથી સ્કેલ્પ અને વાળની ગંદગી દૂર થાય છે. તેને માટે તમે સર્ક્યુલર મોશનમાં વાળને શેમ્પૂ કરો. આ પછી કંડીશનર પણ લગાવો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.