ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાય કે ચોરી થઇ જાય તો ચિંતા ના કરશો અમે જણાવીશું પાછું મેળવવાની સરળ પ્રોસેસ

કેટલીય વખત એવી બને છે કે આપણા જરુરી ડોક્યુમેન્ટ ખોવાઇ જાય, કારણ કે લાયસન્સ એવી વસ્તુ છે ને એ હંમેશા આપણી સાથે રાખવી પડતી હોય છે. ક્યારેક આપણું પર્સ ગુમ થાય તો તેની સાથે જરુરી તમામ દસ્તાવેજ પણ ખોવાઇ જતા હોય છે ત્યારે આપણે મુશ્કેલીમાં મુકાતા હોઇએ છીએ કે હવે શું કરવું,. અહીં સવાલ એ થાય છે કે જો લાયસન્સ ગુમ થઇ જાય તો તેને ફરીથી પાછુ કેવી રીતે મેળવી શકાય છે. જો તમારા મનમાં પણ આ સવાલ છે તો આનો જવાબ અમે આપી રહ્યાં છીએ.

ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ખોવાઇ જાયે કે પછી તેનુ ડેમેજ થઇ જવા પર તમે ડુપ્લીકેટ લાયસન્સ માટે એપ્લાય કરી શકો છો. ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓનલાઇન અને ઓફલાઇન બન્ને રીતે એપ્લાય કરવામાં આવી શકાય છે. તમને બતાવી રહ્યાં છીએ કે કઇ રીતે આને ઓનલાઇને અને ઓફલાઇન એપ્લાય કરી શકો છો.

 

ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ આ રીતે કરો એપ્લાય-

  • સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની વેબસાઇટ પર જાઓ.
  • અહીં પર માંગવામાં આવેલી ડિટેલ્સ એન્ટર કરો અને LLD ફોર્મને ભરો.
  • ફોર્મ ભર્યા બાદ આની પ્રિન્ટ લઇ લો.
  • હવે તમારા તમામ જરૂરી ડૉક્યૂમેન્ટ્સને એટેચ કરી દો.
  • આટલુ કર્યા બાદ હવે તમારે આ ફોર્મ અને પોતાના ડૉડ્યૂમેન્ટ્સ RTO ઓફિસમાં સબમિટ કરાવવા પડશે. આ ઓનલાઇન પણ સબમીટ કરી શકાય છે.
  • ડ્રાઇવિંગ લાયસન્સની ઓનલાઇન પ્રક્રિયા પુરી થયાના 30 દિવસ બાદ ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.

 

ઓફલાઇન આ રીતે કરો એપ્લાય-

  • ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સને ઓલાઇન એપ્લાય કર્યા બાદ જે RTOની તરફથી તમારે ઓરિજીનલ ડ્રાઇવિંગ લાયસન્સ ઇશ્યૂ કરવામા આવ્યુ હતુ, તમારે ત્યાં જવુ પડશે.
  • અહીં તમારે LLD ફોર્મ લઇને આને સબમીટ કરવુ પડશે.
  • આ ફોર્મની સાથે તમારે નિર્ધારિત ફી આપવી પડશે.
  • આ આખી પ્રક્રિયા બાદ તમારે 30 દિવસમાં ડુપ્લીકેટ ડ્રાઇવિંગ લાયસન્સ પૉસ્ટ મારફતે તમારા એડ્રેસ પર આવી જશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.