અહીં જૂની ચલણી નોટો બદલીને ડબલ કરવામાં આવે છે, જાણો સમગ્ર હકીકત..

ગોધરાથી સામે આવ્યો છે. જયાં રદ્દ થયેલ ચલણી નોટોની હેરાફેરીમાં બે શિક્ષકો સહીત ૦૪ આરોપીઓને પોલીસે રુપિયા ૪૮ લાખની વધારે રદ ચલણી નોટોની હેરાફેરી કરતા રંગે હાથ ઝડપી પાડયાં.

રદ થયેલ ચલણી નોટોની હેરાફેરીમાં પંચમહાલ એલસીબી પોલીસને બાતમી આધારે ગોધરા તાલુકનાં ગઢ ચુંદડી ખેરોલ માતાજીનાં મંદિર જવાનાં રસ્તામાં વોચ ગોઠવી હતી.

પંચમહાલ એલસીબીએ ૪૮.૮૦ લાખની રદ થયેલી ૫૦૦ અને ૧૦૦૦ની નોટો સાથે ગોધરા ગઢ ચુંદડીથી ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે. સ્કોપિઁયો ગાડી અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ રદ્દ થયેલ ચલણી નોટો તો ૧૦ ટકા લેખે સોદો થવા નો હતો તેવી વાત પણ સુત્રો પાસે થી મળી રહી છે.ગોધરા ના ગઢ ચુંદડી થી મળેલ રૂપિયા ૪૮.૮૦ લાખ ની જૂની બંધ કરાયેલી ચલણી નોટો લઈ તેના બદલામાં 10 ટકા રકમ એટલે કે રૂપિયા ૪ લાખ ૮૦ ની રકમ વર્તમાન ચલણી નોટો ના સ્વરૂપે આપી સોદો કરવા નો હતો.

પરંતુ સોદો થાય તે પહેલા જ નોટો ના કારોબાર અને કિમીયા નો એલસીબી એ પર્દાફાશ કર્યો હતો. હાલ તો આ સમગ્ર મામલે પોલીસે ચારેય આરોપીઓ ની અટકાયત કરી અંગ જડતી કરતાં જૂની રદ કરેલી ચલણી નોટો, ચાર મોબાઈલ ફોન,સ્કોર્પિયો ગાડી અને બાઈક સહિતનો મુદ્દામાલ કબ્જે લઈ ગોધરા તાલુકા પોલીસ મથકે ચારેય સામે ગુનો નોંધી વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.