ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની શરૂઆત થઈ ચૂકી છે. IPLની 15મી સીઝનની બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે શરૂઆત તો સારી કરી શકી પરંતુ એ સારી શરૂઆતને જીતમાં ન બદલી શકી.અને દિલ્હી કેપિટલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 4 વિકેટે હરાવી દીધી પરંતુ ત્યારબાદ વધુ એક ઝટકો લાગ્યો. મુંબઈ ઈન્ડિયન્સ પર સ્લો ઓવર રેટ માટે દંડ લગાવવામાં આવ્યો.અને કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ લાગ્યો છે.
IPL તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે સ્લો ઓવર રેટથી બોલિંગ કરી. એવામાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ પર દંડ લગાવવામાં આવી રહ્યો છે. નિયમ મુજબ જો કોઈ ટીમ દ્વારા સ્લો ઓવર રેટ કરવામાં આવે છે તો કેપ્ટન પર જ દંડ લગાવવામાં આવે છે. અને એવામાં કેપ્ટન રોહિત શર્મા પર 12 લાખ રૂપિયાનો દંડ લગાવવામાં આવ્યો છે. આ સીઝનમાં પહેલી જ મેચમાં મળેલી હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સ માટે મોટો ઝટકો છે.
મેચ દરમિયાન બધી ટીમોએ એક નક્કી કરેલા સમયની અંદર પોતાની ટીમની 20 ઓવર પૂરી કરવાની હોય છે. એમ ન થવાના કારણે જ સ્લો ઓવર રેટ હેઠળ દંડ લગાવવામાં આવે છે. પહેલી વખત થવા પર મેચ ફિસ કાપવામાં આવે છે. જો ટૂર્નામેન્ટમાં મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ફરીથી આ ભૂલ કરવામાં આવે છે તો મોટું એક્શન પણ લઈ શકાય છે.અને મેચની વાત કરીએ તો દિલ્હી કેપિટલ્સે ટોસ જીતીને મુંબઈ ઈન્ડિયન્સને બેટિંગ માટે આમંત્રિત કરી હતી.
મુંબાઈન ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા ઇશાન કિશન નોટઆઉટ 81 રન, રોહિત શર્મા 41 રન અને તિલક વર્મા 22 રનની મદદથી સીમિત 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 177 રન બનાવ્યા હતા. દિલ્હી કેપિટલ્સ તરફથી સૌથી વધુ વિકેટ (3) કુલદીપ યાદવને મળી જ્યારે ખલીલ અહમદને 2 વિકેટ મળી હતી. 178 રનનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સે 18.2 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર આ લક્ષ્યને હાંસલ કરી લીધું હતું. અને મુંબઈ તરફથી બાસિલ થમ્પીને 3, મુરૂગન અશ્વિનને 2 અને મિલ્સને 1 વિકેટ મળી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.