ડીપીએસ ઈસ્ટે સીબીએસઈનું જોડાણ મેળવવા માટે બોગસ એનઓસી તૈયાર કરી સરકાર સાથે ફોર્જરી આચરી છે. સીબીએસઈ તરફથી રાજ્ય સરકારને જે દસ્તાવેજ મોકલવામાં આવ્યો તે પણ કોપી જ છે. જો દસ્તાવેજની ફોર્જરી કરી હોય અને બધે જ કોપી મોકલાઈ હોય તો ઓરિજિનલ ક્યાં તે તપાસનો વિષય બન્યો હતો.
જેથી આ બોગસ NOCની ઓરિજિનલ માટે અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના એજ્યુકેશન ઈન્સપેક્ટર અને પોલીસ અધિકારીની ટીમ રવિવારે દિલ્હી જવા રવાના થઈ હતી. જે અધિકારીઓ દ્વારા દિલ્હી સીબીએસઈ હેડ ઓફિસમાં ઓરિજિનલ એનઓસી અંગેની તપાસ હાથ ધરવામાં આવશે. ઓરિજિનલ NOCના આધારે ગુનેગારો સામે ગાળિયો વધુ મજબુત બનશે.
ડીપીએસ ઈસ્ટને સીબીએસઈનું જોડાણ બોગસ એનઓસીના આધારે જ મળ્યું હોવાનો ભાંડો ફૂટતાં જે તે સમયના સ્કૂલના પ્રિન્સિપાલ, કેલોરેક્સના મંજૂલા પૂજા શ્રોફ અને હિતેન વસંત સામે એફઆઈઆર થઈ અને સાથે જ ડીપીએસનું જોડાણ રદ કરવામાં આવ્યું પરંતુ આ આખા મામલે હજુ સુધી એક પાસું એટલું રહસ્યમય રહ્યું છે કે, તેનો તાગ મળે તો બોગસ એનઓસી તૈયાર કરવા પાછળ ખરેખર કોણ જવાબદાર છે તેનો ભાંડો ફૂટી શકે તેમ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.