ડ્રેગનને કોઈ કચડી નહીં શકે, ચીન હવે 20મી સદીનું નથી રહ્યું : ચીનનો હુંકાર

 

– અમેરિકા કોલ્ડવોરની વિચારસરણીમાંથી બહાર આવે

ચીનનો આર્થિક-રાજકીય વિકાસ વિશ્વ માટે જોખમી નથી, હોંગકોંગમાં પ્રવર્તતી સ્થિતિ આંતરિક : ચીન

ચીને નવા સંગઠન આઈપીએસીને નકલી ગણાવ્યું હતું. ચીને કહ્યું હતું કે હવે ૨૦મી સદીની જેમ તેને દબાવી શકાશે નહીં અને પશ્ચિમના નેતાઓએ કોલ્ડ વોરવાળી વિચારસરણીમાંથી બહાર આવવું જોઈએ.

વૈશ્વિક સ્તરે આર્થિક અને રાજકીય મોરચે ચીનની આગેકૂચ વિશ્વ માટે જોખમી નથી તેમ ફરી એક વખત ચીને જણાવ્યું હતું. ચીને વધુમાં ઉમેર્યું હતું કે હોંગકોંગમાં જે પરિસ્થિતિઓ છે, તે તેની આંતરિક બાબત છે. ચીને નવા સંગઠન આઈપીએસીની રચનાની સરખામણી ૧૯૦૦ના દાયકામાં બ્રિટન, અમેરિકા, જર્મની, ફ્રાન્સ, રશિયા, જાપાન, ઈટાલી અને ઓસ્ટ્રીયા-હંગેરીના ‘૮ રાષ્ટ્રોના જોડાણ’ સાથે કરી હતી. ચીનના ગ્લોબલ ટાઈમ્સે જણાવ્યું હતું કે આ દેશોની સેનાઓએ પેઈચિંગ અને બીજા શહેરોમાં લૂંટફાટ મચાવી હતી અને સામ્રાજ્યવાદ વિરુદ્ધ ચાલી રહેલા યિહેતુઆન આંદોલનને દાબવાવનો પ્રયાસ કર્યો હતો.

પેઈચિંગમાં ચાઈના ફોરેન અફેર્સ યુનિવર્સિટીના એક્સપર્ટ લી હાએડોન્ગનું કહેવું છે કે ચીન હવે ૧૯૦૦ના દાયકા જેવું નથી રહ્યું. હવે તે તેના હિતોને કચડાવા નહીં દે. અમેરિકા અન્ય દેશોને તેની ‘ચીન વિરોધી’ વિચારસરણીમાં સામેલ કરવા માગે છે અને પશ્ચિમમાં ચીન વિરુદ્ધ વાતાવરણ બનાવવા માગે છે, જેથી અમેરિકાને લાભ થાય.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.