કેન્દ્ર સરકારે કોવિડ -19 રસી ડ્રાય રનનો પ્રયાસ કરનાર પંજાબને પ્રથમ રાજ્ય તરીકે પસંદ કર્યું છે.
દેશમાં કોરોનાના કેસનો આંકડો 1,01,47,468 પર પહોંચી ગયો છે. આ સાથે જ મોટા ભાગના રાજ્યોમાં કોરોનાના રસીકરણ (Corona Vaccination Drive) માટેની 80% તૈયારીઓ થઇ ગઇ છે.
કોરોના એક એવો ચેપ છે જેનો સામનો આખા વિશ્વએ પહેલી વાર કર્યો છે. આ વાયરસ વિશે આપણે હજી પૂરેપૂરી માહિતી નથી. કોરોનાની જે રસીઓ આવી છે, એ હાલમાં તો અસરકારક છે જ પણ તેમ છતાં ભારતમાં રસીકરણ થયુ નથી. એટલે સરકારે આખા દેશમાં રસીકરણ શરૂ કરવા પહેલા આ બે દિવસે પંજાબના બે જિલ્લાઓમાં કોરોના રસીકરણ કાર્યક્રમ કેવી રીતે પાર પાડવો એ માટેની એક મોક ટેસ્ટ રાખી છે. જેમ આપણે બોર્ડની પરીક્ષામાં બેસતા પહેલા Mock Test આપીએ છે.
કોવિડ -19 રસી માટે ‘ડ્રાય રન’ પંજાબ ઉપરાંત આંધ્રપ્રદેશ, આસામ અને ગુજરાત ઉપરાંત અન્ય ત્રણ રાજ્યોની પસંદગી કરવામાં આવી છે. જણાવી દઇએ કે આવતા અઠવાડિયા સુધીમાં ભારતમાં ઑક્સવર્ડ-એસ્ટ્રાઝેનેકાની SII, પૂણે દ્વારા વિકસિત કોવિશિલ્ડ રસીને મંજૂરી મળવાની મોટી શ્યતાઓ છે.
આ સિવાય માહિતી મળી છે કે દિલ્હીસરકાર કોવિડ -19 રસીકરણ અભિયાન માટે ખાનગી ક્ષેત્રના 600 ડોકટરો સહિત લગભગ 3,800 લોકોને તાલીમ આપી રહી છે. દિલ્હીમાં પહેલા તબક્કામાં રસીકરણ માટે 51 લાખ લોકોની પસંદગી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.