DRDOએ ખાનગી કંપનીઓને મિસાઈલના વિકાસ અને ઉત્પાદનમાં સાથે કામ કરવા માટે મંજૂરી આપી છે. આ પાછળનો હેતું દેશમાં મિસાઈલનું સ્થાનિક માર્કેટ ઊભું કરવાનો છે. DRDOએ કહ્યું કે,આ પ્રકારના સહયોગથી દેશમાં સ્વદેશી મિસાઈલ બનશે.
DRDOના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ પ્રોજેક્ટને ડેવલપમેન્ટ કમ પ્રોડક્શન પાર્ટનર પ્રોગ્રામ એવું નામ આપવામાં આવ્યું છે. ખાનગી કંપનીઓ આ કાર્યક્રમ અંતર્ગત DRDO સાથે મળીને મિસાઈલ બનાવવાનુ કામ કરી શકે છે. એક વખત ખાનગી કંપનીઓ DRDO સાથે જોડાઈ ગયા બાદ સૌ પ્રથમ વર્ટિકલ લૉન્ચ શોર્ટ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ પર કામ શરૂ થશે.
તા.23 ફેબ્રુઆરીના રોજ DRDOએ આવી જ એક મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું.
શોર્ટ રેન્જ સર્ફેસ ટુ એર મિસાઈલ સંપૂર્ણ રીતે સ્વદેશી મિસાઈલ છે. જેને ભારતીય નૌસેના માટે બનાવવામાં આવી રહી છે. જેથી નૌસેના આકાશી હુમલાઓનો જડબાતોડ જવાબ આપી શકે. આ મિસાઈલનું પરિક્ષણ ઓછામાં ઓછી અને વધુમાં વધુ રેન્જ માટે કરવામાં આવ્યું હતું. એવું પણ માનવામાં આવી રહ્યું છે કે, નવી તૈયાર થતી મિસાઈલને વર્ષ 2022માં નૌસેનામાં સામિલ કરાશે.
એવું માનવામાં આવે છે કે, તે 5556.6 કિમી પ્રતિ કલાકની સ્પીડથી શત્રુ પર હુમલો કરશે. આ નવી મિસાઈલમાં વેપન કંટ્રોલ સિસ્ટમ પણ લાગેલી છે. જેથી એની પર લગાવેલા હથિયારને કંટ્રોલ કરી શકાય. તે એક ટાર્ગેટને સરળતાથી ફાયર કરી શકે છે પણ એકથી વધુ ટાર્ગેટ ઉપર પણ નિશાનો સાધી શકે છે. ફેબ્રુઆરી મહિનામાં DRDOએ આવી જ એક મિસાઈલનું ચાંદીપુરના લૉન્ચપેડ પરથી આસપાસ રહેલી જગ્યામાં પરીક્ષણ કર્યું હતું. જે માટે 6322 લોકોને ખસેડ્યા હતા. વર્ટિકલ લૉન્ચ સિસ્ટમમાં એકસાથે 8 મિસાઈલ તહેનાત કરી શકાશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.